Lok Sabha passes the Citizenship Amendment Bill, 2019
  • Home
  • Featured
  • લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ, 7 કલાક ચાલી ચર્ચા – રાત્રે પણ બેઠી સંસદ

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ, 7 કલાક ચાલી ચર્ચા – રાત્રે પણ બેઠી સંસદ

 | 12:10 am IST

નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. બિલનાં પક્ષમાં 311 અને વિરોધમાં 80 વોટ પડ્યા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોમવારનાં લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું હતુ, ત્યારબાદથી લગભગ 7 કલાક સુધી ચર્ચા ચાલી. એક તરફ વિરોધ પક્ષ આ બિલની વિરુદ્ધમાં છે, તો ભારતીય જનતા પાર્ટીની સહયોગી પાર્ટીઓ આ બિલ પર કેન્દ્રનાં સમર્થનમાં છે. વિરોધ પક્ષ સતત આ બિલ પર આક્રોશ વ્યક્ત થઈને સદનમાં પોતાનો પક્ષ રાખી રહ્યો હતો.

કૉંગ્રેસ પાર્ટીએ કર્યો વિરોધ

કૉંગ્રેસ પાર્ટીએ આ બિલને લઘુમતીઓનું વિરોધી ગણાવ્યું. કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જો કોઈ પીડિત સમુદાયને શરણ આપી રહ્યા છે તો તેનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ અમારો વિરોધ એ વાતનો છે કે આનો માપદંડ ધર્મને બવાવામાં આવી રહ્યો છે. આને બદલવું જોઇએ. બીજેપી હિંદુ રાષ્ટ્ર સ્થાપિત કરવાની તરફ આગળ વધી રહી છે. તો સદનમાં ચર્ચા દરમિયાન ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન ચીફ અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકતા સંશોધન બિલની કૉપીને સદનમાં ફાડી દીધી હતી.

ઓવૈસીએ સદનમાં ફાડી નાગરિકતા બિલની કૉપી

ઓવૈસીએ નાગરિકતા બિલ પર બોલી રહ્યા હતા અને તેમણે કહ્યું કે, “દેશનું વધુ એક વિભાજન થવાનું છે. આ કાયદો હિટલરનાં કાયદાથી ખરાબ છે.” જો કે ઓવૈસીની આ પ્રતિક્રિયાને સદનની કાર્યવાહીથી બહાર કરી દેવામાં આવી. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આ બિલને લોકસભામાં લગભગ 12:24 વાગ્યે બપોરે રજૂ કર્યું હતુ. આ બિલનાં રજૂ થયા બાદ લગભગ 1 વાગ્યે 38 મિનિટ પર સદનમાં વોટિંગ થઈ, જ્યાં 293 વોટ પક્ષમાં અને 82 વૉટ વિરોધ પક્ષમાં પડ્યા. આ બિલ પર અમિત શાહે 16:42 મિનિટે ફરી ભાષણ આપ્યું. અમિત શાહે કહ્યું કે આ બિલ પાછળ કોઈ રાજકીય એજન્ડા નહોતો. આ બિલથી લોકોને ન્યાય મળશે. અમિત શાહનાં ભાષણ બાદ સાંજે 5 વાગ્યાથી આના પર ચર્ચા ચાલી હતી.

અમિત શાહે આપ્યા એક-એક પ્રશ્નનાં જવાબ

ત્યારબાદ આ બિલ પર રાત્રે 10:38 વાગ્યાની આસપાસ અમિત શાહે સાંસદોને જવાબ આપવા માટે ઉતર્યા અમિત શાહે સદનમાં કહ્યું કે, “હું ઇચ્છુ છુપં કે દેશમાં ભ્રમની સ્થિતિ ના બને. કોઈપણ રીતે બિલ ગેરકાયદેસર નથી. ના આ બિલ કલમ 14નું ઉલ્લંઘન કરે છે. ધર્મનાં આધારે જ દેશનું વિભાજન થયું હતુ. દેશનું વિભાજન ધર્મનાં આધારે ના થયું હોત તો સારું થાત. ત્યારબાદ આ બિલને લઇને આવવાની જરૂરિયાત થઈ. 1950માં નેહરૂ-લિયાકત કરાર થયો હતો, જે હવામાં જ રહ્યો.”

આ વિડીયો પણ જુઓ: બનાસકાંઠામાં પાક સહાય માટે ખેડૂતો લૂંટાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન