Lok Sabha Voting During Ramzan, Election Commission Clarifies
  • Home
  • Featured
  • રમઝાન પર ચૂંટણીને લઈએ ECએ કહ્યું, આખો મહિનો મતદાનના રોકી શકીએ

રમઝાન પર ચૂંટણીને લઈએ ECએ કહ્યું, આખો મહિનો મતદાનના રોકી શકીએ

 | 4:28 pm IST

રમઝાનમાં મતદાનના મુદ્દે ચૂંટણી પંચે પોતાની પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, એક પણ શુક્રવારે કે તહેવારના દિવસે મતદાન નથી. પંચે કહ્યું હતું કે, રમઝાનના મહિનામાં જ ચૂંટણી ના યોજાય તેવું ના બની શકે. ચૂંટણી પંચનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે, જ્યારે અનેક પાર્ટીઓ રમઝાનમાં મતદાન થવાના નિર્ણયનો વિરોધ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ત્રણ રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં મતદાનની તારીખો રમઝાન મહિનામાં આવે છે. જેને લઈને કેટલાક મુસ્લીમ નેતાઓ અને મૌલાનાઓએ વિરોધ કર્યો છે. એટલું જ નહીં ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ચૂંટણી પંચને આ તારીખો બદલવાની પણ માંગણી કરી છે.

તૃણમૂલ કોંગ્રેસના નેતા અને કોલકત્તાના મેયર ફિરહાદ હકીમે પ્રશ્ન કર્યો છે. ફિરહાદ હકીમે કહ્યું કે ચૂંટણી પંચ એક સંવૈધાનિક સંસ્થા છે. અમે તેનું સમ્માન કરીએ છીએ. અમે તેની વિરૂદ્ધ કંઇપણ બોલવા માંગતા નથી. 7 તબક્કામાં ચૂંટણી ત્રણ રાજ્યો બિહાર, યુપી અને પશ્ચિમ બંગાળના લોકો માટે કઠિન હશે. આ તેમના માટે વધુ અઘરી હશે જે રમઝાનમાં રોઝા રાખે છે. કારણ કે એ સમયે રમઝાન મહિનો પણ હશે. તેમનું કહેવું છે કે આ ત્રણેય રાજ્યોમાં લઘુમતીની વસતી કયાંય વધું છે. તેઓ બધા રોઝા રાખી મતદાન કરશે. ચૂંટણી પંચે તેમનું ધ્યાન રાખવું જોઇતું હતું.

ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તહાદુલ મુસ્લમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એ કહ્યું કે મુસ્લિમ રમઝાનના મહિનામાં ચોક્કસ રોજા રાખશે. આ દરમ્યાન સામાન્ય જીવન જીવે છે. તેઓ ઓફિસ પણ જાય છે. એટલે સુધી કે ગરીબ વ્યક્તિ પણ રોજા રાખે છે. તેમણે કહ્યું કે મારી આકરણી છે કે રમઝાનના મહિનામાં વધુ મત ટકાવારી સામે આવશે.

આ મામલે સ્પષ્ટિકરણ આપતા ચૂંટણી પંચે કહ્યું હતું કે, 2 જૂન પહેલા નવી સરકારની રચના થવી જરૂરી હતી. આ સ્થિતિમાં ચૂંટણીને ટાળી શકાય તેમ નહોતી. સાથે જ એક જ મહિનામાં ચૂંટણી યોજાય તે પણ શક્ય નહોતું. માટે ચૂંટણી પંચે એ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે કે કોઈ પણ શુક્રવાર અથવા કોઈએ તહેવાર દરમિયાન મતદાન ના યોજાય. ચૂંટણી પંચનું કહેવું છે કે, અમારી પાસે આ તારીખો બદલવા અથવા ચૂંટણીને સમય કરતા આગળ કે પાછળ કરવાનો વિકલ્પ જ નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન