BJPના ધારાસભ્યને નડ્યો ભયંકર અકસ્માત, MLA સહિત 4ના મોત, કારનો કચ્ચરઘાણ - Sandesh
NIFTY 10,564.05 +0.00  |  SENSEX 34,415.58 +0.00  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • BJPના ધારાસભ્યને નડ્યો ભયંકર અકસ્માત, MLA સહિત 4ના મોત, કારનો કચ્ચરઘાણ

BJPના ધારાસભ્યને નડ્યો ભયંકર અકસ્માત, MLA સહિત 4ના મોત, કારનો કચ્ચરઘાણ

 | 9:00 am IST

ઉત્તરપ્રદેશના બિજનૌરના નુરપુરથી ધારાસભ્ય લોકેન્દ્ર સિંહનું રોડ અકસ્માતમાં કરૂણ મોત નીપજયું છે. ગઇકાલે મોડી રાત્રે ધારાસભ્યની કાર અને ટ્રક વચ્ચે સીતાપુર પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં લોકેન્દ્ર સિંહ સિવાય બે સુરક્ષાકર્મી અને ટ્રક ડ્રાઇવરનું પણ મોત થયું છે. જ્યારે કારનો ડ્રાઇવર હજુ કારમાં ફસાયેલ અને જીવતો છે તેમ કહેવાય છે.

સીતાપુરમાં ધારાસભ્ય લોકેંન્દ્ર સિંહની એનએચ-24 નંબરની કારે કમલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કકૈયાપાર પાસે કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે ટકરાતા રોંગ સાઇડમાં આવી રહેલ એક ટ્રકમાં ઘૂસી ગઇ. ઘટનાસ્થળ પર જ નુરપુર વિધાનસભા ક્ષેત્રના 45 વર્ષના ધારાસભ્ય લોકેન્દ્ર સિંહ ચૌહાણનું મોત થયું. આ સિવાય બે ગનર દીપક કુમાર (30) અને બ્રિજેશ મિશ્રા (28)એ પણ ત્યાં જ દેહ છોડી દીધો.


ધારાસભ્યની ફોર્ચ્યુનર કાર ડિવાઇડર તોડી ટ્રક સાથે અથડાઇ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ ધારાસભ્યો, તેમના બે ગનર, અને ટ્રકના ડ્રાઇવરે શ્વાસ છોડી દીધો.