BJP Candidate Wins Machhlishahr LOk Sabha seat By Margin 181 votes
  • Home
  • Election 2019
  • ભાજપના આ ઉમેદવારની જીત માત્ર 181 વોટ સાથે થતા ચારેબાજુ ચર્ચાનું કેન્દ્ર

ભાજપના આ ઉમેદવારની જીત માત્ર 181 વોટ સાથે થતા ચારેબાજુ ચર્ચાનું કેન્દ્ર

 | 2:39 pm IST

લોકસભા ચૂંટણીના વોટોની ગણતરી દરમ્યાન આખા દેશમાં પીએમ મોદીની સુનામી ચાલી અને ભાજપે પૂર્ણ બહુમતીની સાથે બહુમતનો આંકડો પાર કરી લીધો. વોટોની ગણતરી દરમ્યાન દેશની એક સીટ એવી પણ હતી જ્યાં ખૂબ જ કાંટાનો મુકાબલો રહ્યો અને રાત્રે 10 વાગ્યે વિજયી ઉમેદવારનો ફેંસલો આવી શકયો. યુપીના મછલીશહેર સીટ પર ભાજપના બીપી સરોજ એ બસપાના ટી રામને માત્ર 181 વોટથી હરાવી દીધા.

મછલીશહેર લોકસભા સીટ પર અંતિમ સમય સુધી મુકાબલો રસપ્રદ બની રહ્યો. સ્થિતિ એવી રહી કે દરેક રાઉન્ડ બાદ ઉલટફેર થતું રહ્યું. બીપી સરોજને જ્યાં 488397 વોટ મળ્યા ત્યાં ટી રામ 488216 વોટ મેળવીને બીજા નંબર પર રહ્યા. માનવામાં આવી રહ્યું છે કે બીપી સરોજની જીત લોકસભા ચૂંટણી 2019માં દેશમાં સૌથી ઓછા અંતરની જીત છે. મછલીશહેરમાં મતોની ગણતરી શરૂ થતાંની સાથે જ ઉતાર-ચઢાવનો દોર શરૂ થઇ ગયો હતો.

પહેલાં બે તબક્કા સુધી ભાજપ અંદાજે 1400 મતોથી આગળ હતું. ત્રીજા રાઉન્ડમાં બસપા 1000 વોટથી આગળ થઇ ગયું. આ સિલસિલો અન્ય તબક્કામાં બની રહ્યો. ટી રામે કેરાકત અને મછલીશહેર વિધાનસભા ક્ષેત્રોથી અંદાજે 26-26 હજારની લીડ લીધી. ઝાફરાબાદથી પણ ટી રામ આગળ રહ્યા. બીજીબાજુ ભાજપના બીપી સરોજને વારાણસી જિલ્લામાં પડનાર પિંડરા અને જૌનપુરન મડિયાહુ વિધાનસભા સીટે સહારો આપ્યો.

પિંડરા અને મડિયાહુથી અંદાજે 49000 મતોની બઢતે બીપી સરોજની જીત આસાન કરી દીધી. પરિણામ બાદ અવૈધ કરાયેલ પોસ્ટ બેલેટને વૈધ કરવાને લઇ વિવાદ થતો રહ્યો. બસપા ઉમેદવાર ટી રામે વૈધ કરાયેલ 200 મતોને પોતાના ગણાવતા પેચ ફસાવી દીધો. તેમના આરોપ અને પ્રત્યારોપની વચ્ચે પરિણામ રાત્રે આઠ વાગ્યા બાદ જાહેર કરવામાં ઘણી મુશ્કેલી પડી. જો કે રાત્રે 10 વાગ્યે મછલીશહેરથી ભાજપના બીપી સરોજની વિજયની જાહેરાત કરી દીધી.

મછલીશહેલ લોકસભા સીટ પર 32 રાઉન્ડ સુધી મતોની ગણતરી થઇ. ભાજપે 23મા રાઉન્ડથી બઢત બનાવી જે અંતિમ સમય સુધી બની રહી. આપને જણાવી દઇએ કે મછલીશહેર સીટ માટે છઠ્ઠા તબક્કામાં 12મી મેના રોજ 53.54 ટકા મતદાન થયું હતું. લોકસભા 2014ની ચૂંટણીમાં ભાજપના રામ ચરિત્ર નિષાદે 23 ટકા મત પ્રાપ્ત કર્યા હતા.

આ Video પણ જુઓ: કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન