Loksabha Election Opinion poll 2019
  • Home
  • Featured
  • સર્વે: લોકસભાની ચૂંટણી જો 10 મહિના પછી જ થશે તો આવશે ચોંકાવનારા પરિણામો

સર્વે: લોકસભાની ચૂંટણી જો 10 મહિના પછી જ થશે તો આવશે ચોંકાવનારા પરિણામો

 | 8:58 pm IST

દેશના રાજકારણમાં અત્યારે ચૂંટણીનો માહોલ બનેલો છે. જયાં એક બાજુ ચારેય રાજ્યોમાં ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણી થઇ શકે છે તો આવતા વર્ષે એટલે કે 2019માં લોકસભા ચૂંટણી પણ યોજાવા જઇ રહી છે. ભાજપ અને કૉંગ્રેસ સહિત બીજી પાર્ટીઓ આ ચૂંટણીઓને લઇ તૈયારીઓમાં લાગી ગયું છે. લોકસભા ચૂંટણીમાં એકબાજુ ભાજપ પૂર્ણ બહુમતી મેળવવાની યોજના ઘડી રહ્યું છે. તો બીજીબાજુ કૉંગ્રેસ સહિતના બાકીના પક્ષો પણ બરાબરની તૈયારીમાં લાગી ગયા છે. લોકસભા ચૂંટણી 2019મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવા માટે કૉંગ્રેસ સહિત બીજી પાર્ટીઓની સાથે મળી મહાગઠબંધન કરી ચૂંટણી દંગલમાં ઉતરશે.

જો કે આ ચૂંટણીને હજુ ઘણી વાર છે, પરંતુ આ ચૂંટણીઓને લઇ પ્રજાનો શું મૂડ છે, તેના પર સર્વે કરાયો છે. ખાનગી સંસ્થા દ્વારા કરાયેલા સર્વેમાં કહ્યું છે કે ભાજપ આ વખતે એટલે કે 2019ની ચૂંટણીમાં એકલા પોતાના દમ પર બહુમતી પ્રાપ્ત કરી શકશે નહીં. તેની સાથે જ સર્વેમાં ત્રિશંકુ લોકસભા બનવાની શકયતા દેખાય રહી છે.

કાર્વી ઇનસાઇટ્સ દ્વારા કરાયેલા સર્વે પ્રમાણે જો અત્યારે લોકસભા ચૂંટણી થાય તો એનડીએને 281 સીટો અને યુપીએ ને 122 સીટો મળી શકે છે. ત્યાં ભાજપને અંદાજે 80 સીટોનું નુકસાન થઇ શકે છે અને કૉંગ્રેસ 83 સીટો પર કબ્જો જમાવી શકે છે. બીજીબાજુ જો આવતા 10 મહિના બાદ એટલે કે 2019મા લોકસભા ચૂંટણી થશે તો સર્વે પ્રમાણે એનડીએને 255 સીટો અને યુપીએને 242 સીટો મળી શકે છે. એટલે કે અન્યના હિસ્સામાં 46 સીટો મળી શકે છે. જ્યારે ભાજપને 196 સીટો અને કૉંગ્રેસને 97 સીટો મળી શકે છે. આ સિવાય જો વોટ શેરિંગ ટકાને લઇ વાત કરીએ તો જો અત્યારે ચૂંટણી થાય તો એનડીએ 36 ટકા વોટ શેરિંગ પ્રાપ્ત કરી શકે છો યુપીએના હિસ્સામાં 31 ટકા અને અન્યના હિસ્સામાં 33 ટકા વોટ શેર જતા દેખાઇ રહ્યાં છે.

કાર્વી ઇનસાઇટ્સના મતે વડાપ્રધાન પદ માટે લોકોનો ઓપિનિયન લેવામાં આવ્યો. 49 ટકા લોકોની પહેલી પસંદ નરેન્દ્ર મોદી છે, તો બીજીબાજુ 27 ટકા લોકોની પહેલી પસંદ રાહુલ ગાંધી છે. પીએમ પદ માટે મોદી શ્રેષ્ઠ વિકલ્પને લઇ પણ સર્વે કરાયો, જેમાં 46 ટકા લોકો રાહુલ ગાંધીને મોદીનો શ્રેષ્ઠ વિકલ્પ માને છે તો 8 ટકા લોકો મમતા બેનર્જી અને 4 ટકા લોકો અખિલેશ યાદવને. આપને જણાવી દઇએ કે આ સર્વેના મતે આ વખતે કોઇપણ પાર્ટીને બહુમતી મળતી દેખાઇ રહી નથી. ભારતના ચૂંટણી ઇતિહાસમાં ત્રીસ વર્ષ પછી 2014મા કોઇ એક પાર્ટીની બહુમતીની સરકાર બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન