loksabha election result: narendra modi in pakistani media
  • Home
  • Election 2019
  • મુસ્લિમ દેશોના મીડિયાએ પણ મોદીની જીતને વધાવી, જાણો શું કહે છે પાકિસ્તાની મીડિયા

મુસ્લિમ દેશોના મીડિયાએ પણ મોદીની જીતને વધાવી, જાણો શું કહે છે પાકિસ્તાની મીડિયા

 | 6:30 pm IST

ભારતની આ 17મી લોકસભા ચૂંટણીની ચર્ચા દેશમાં તો રહી જ પણ વિદેશના મીડિયાએ પણ એટલું જ ધ્યાન દોર્યું. આ ચૂંટણીમાં મોદીને પ્રચંડ જીત મળી છે. વૈશ્વિક મીડિયામાં મોદીની જીતને હિંદુ રાષ્ટ્રવાદી પાર્ટીની જીત બતાવવામાં આવી રહી છે. મુસ્લિમ દેશોમાં પણ મોદી જીતને વધારે મહત્વ આપ્યું છે. અરબ ન્યુઝમાં તલમીજ અહમદે પોતાના એક વૈચારિક સ્તંભમાં લખ્યું છે કે મોદીએ પોતાના પહેલા કાર્યકાળમાં ખાડીના દેશોમાં ખુબ મજબુત સંબંધો બનાવી રાખ્યા છે અને આગળ પણ બવાની રાખશે.

અરબ ન્યુઝના એક લેખ પ્રમાણે ખાડી દેશોમાં ઘણા ભારતીય કામ કરે છે. આ જ કારણ છે કે ખાડી દેશોમાં મોદીનું વધુ મહત્વ છે. ઉલ્લેખનીય છે કે અરબ અમીરાત અને સાઉદી અરબે પણ મોદીને સર્વોચ્ચ સમ્નામ આપ્યું છે.

આ લેખમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રચંડ જીત બાદ ભારત સાથે આ સંબંધો વધારે મજબુત થશે. પાકિસ્તાની મીડિયામાં પ્રજ્ઞા ઠાકુરની જીતને પણ વધારે મહત્વ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનના એક અખબારે કહ્યું કે આવું પહેલી વાર બન્યું છે કે આંતકી હુમલામાં શામેલ હોય અને જેને જેલની સજા ભોગવી હોય એ પણ સાંસદ બની ગઈ હોય.

પાકિસ્તાનનું પ્રખ્યાત ડોન ન્યુઝ પેપરે મોદીની જીત પર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે દુનિયાની સૌથી મોટી લોકશાહીએ એ સાબિત કરી બતાવ્યું કે ત્યાં સાંપદ્રાયિક રાજનિતીનો વિકાસ થઈ રહ્યો છે અને ભવિષ્ય પર તેની અસર થશે.

બીજા પાકિસ્તાનના એક અખબારમા કહ્યું છે કે 2014ની તુલના કરતા આ વખતની મોદીની જીત મુસલમાનો માટે વધારે મહત્વની છે. આ જીતમાં મોદી અને અમિત શાહનું અહમ યોગદાન છે. પ્રચંડ જીત બાદ મોદી ભારતના સંવિધાન અને ગણતંત્રને પોતાની રીતે આકાર આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન