LokSabha Election: Why Sunny Leone is trending on Twitter
  • Home
  • Entertainment
  • Bollywood
  • લોકસભા ચૂંટણીના પરિણામ વચ્ચે ટ્વીટર પર ટ્રેન્ડ થઈ ‘સન્ની લિયોની’, આ છે મજેદાર કારણ

લોકસભા ચૂંટણીના પરિણામ વચ્ચે ટ્વીટર પર ટ્રેન્ડ થઈ ‘સન્ની લિયોની’, આ છે મજેદાર કારણ

 | 12:12 pm IST

સોશિયલ મીડિયામાં એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં શું ટ્રેન્ડ થઈ જાય એ નક્કી નથી હોતું. લોકસભા ચૂંટણીના પરિણામ વચ્ચે ટ્વીટર પર સન્ની લિયોની ટ્રેન્ડ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. પરિણામ વચ્ચે સન્ની લિયોની ટ્વીટર પર ટ્રેન્ડ થતાં સૌ કોઈ ચોંકી ગયા હતા અને સાથે ઉત્સાહિત પણ થઈ ગયા હતા. સન્ની લિયોનીના ટ્રેન્ડ થવા પાછળ એક મજેદાર કારણ છે.

એક નેશનલ ન્યુઝ ચેનલના પ્રખ્યાત એન્કરે ભૂલથી લાઈવ ડિબેટ દરમિયાન સન્ની લિયોનીનું નામ લઈ લીધું હતું. પછી તો શું, તેનો ફાયદો ટ્રોલર્સે ઉઠાવ્યો, અને સન્ની લિયોની ટ્વીટર ટ્રેન્ડ પર આવી ગઈ. ન્યુઝ ચેનલનો એન્કર ઈલેક્શન ડિબેટમાં પંજાબના ગુરદાસપુરના બીજેપીના ઉમેદવાર સન્ની દેઓલની વાત કરી રહ્યો હતો. પણ ઉતાવળમાં તેના મોઢામાંથી સન્ની લિયોની બોલાઈ ગયું હતું. બસ પછી, તો તે ન્યુઝ એન્કરની ક્લિપ ટ્વીટર પર છવાઈ ગઈ હતી. અને થોડી જ ક્ષણોમાં તે ટ્રેન્ડ લિસ્ટમાં આવી ગઈ હતી.

સોશિયલ મીડિયામાં લોકો ન્યુઝ એન્કરને ટ્રોલ કરતાં કહ્યું કે, તે એટલો ઉત્સાહિત થઈ ગયો કે, તેણે સન્ની દેઓલની જગ્યાએ સન્ની લિયોનીનું નામ લઈ લીધું. તો એકે લખ્યું કે, ઈલેક્શનમાં સન્ની લિયોની જીતી રહી છે. કોઈએ કોઈકે ન્યુઝ એન્કરને ઓવર એક્સાઈટેડ ગણાવી દીધો હતો. હાલ સોશિયલ મીડિયામાં લોકો આ ન્યુઝ એન્કરની મજા લઈ રહ્યા છે. અને તેને કારણે સન્ની લિયોની ટ્રવીટર ટ્રેન્ડના ટોપ લિસ્ટમાં છવાઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન