Elections: Loksabha elections know how politicians invest
  • Home
  • Business
  • જાણો, રાહુલ ગાંધી, હેમા માલિની, જયા પ્રદાની સંપત્તિ, કયા કરે છે રોકાણ?

જાણો, રાહુલ ગાંધી, હેમા માલિની, જયા પ્રદાની સંપત્તિ, કયા કરે છે રોકાણ?

 | 2:53 pm IST

ચૂંટણી સાથે સામાન્ય રીતે એક પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે ઉમેદવારો પાસે કેટલી સંપત્તિ છે. તે સાથે જ લોકો એ પણ જાણવા માગે છે કે આમાંથી મોટાભાગના ઉમેદવારોએ રોકાણ કયા કર્યું છે. શું મિલકતમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં વધુ રોકાણ છે? આર્થિક શક્તિને જાણવા માટે, અમારી પાસે આ ઉમેદવારોના સોગંદનામા તપાસ્યા છે. તેમાં રાહુલ ગાંધી, શશી થરૂર, હેમા માલિની, જયા પ્રદાનો સમાવેશ થાય છે.

શશી થરૂર અને રાહુલ પાસે છે આટલી સંપત્તિ
શશી થરૂરે 35 કરોડની સંપત્તિ દર્શાવી છે, અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જણાવ્યા પ્રમાણે, તેમની સંપત્તિ રૂપિયા 15.1 કરોડ છે. શશી થરૂરે મ્યુચ્યુઅલ ફંડોમાં 36.8 ટકા ઇક્વિટી, જ્યારે રાહુલ ગાંધીએ મ્યુચ્યુઅલ ફંડમાં 33 ટકા જેટલા મોટો ભાગ તથા કેટલાક શેરમાં રોકાણ કર્યું છે. જેમાં શશી થરૂર આશરે 15.8 ટકા રોકડ ધરાવે છે. ત્યારે રાહુલ ગાંધીએ સ્થાવર મિલકતમાં રોકાણ કર્યું છે. જેમાં રાહુલ ગાંધીએ 63.4 ટકા રોકાણ રિયલ સ્ટેટમાં કરવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિમાં, થરૂર વિવિધ કાર્યમાં પોતાના નાણાં મૂકી શકે છે, જ્યારે રાહુલ માટે લોનની દર વધારવાની શક્યતા વધારે છે.

હેમાએ જમીનમાં મોટાભાગનું રોકાણો કર્યું
મથુરાના ભાજપના ઉમેદવાર હેમા માલિની પાસે કુલ 108.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેણે 88.1 ટકા સંપત્તિમાં રોકાણ કર્યું છે, જે રિયલ એસ્ટેટમાં 88.1 ટકા છે. હેમા પાસે 73.2 લાખ રૂપિયા (0.7%) ની લોન છે. તેણે ઇક્વિટીમાં માત્ર 0.2 ટકા (26.3 લાખ રૂપિયા) રોકાણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના રામપુર લોકસભા મતક્ષેત્રના ભાજપના ઉમેદવાર જયા પ્રદાની 26.2 કરોડ રૂપિયાની કુલ સંપત્તિમાં 67 ટકા હિસ્સો એટલે કે 18.6 કરોડ રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. જયા પર 1.3 લાખની લોન છે અને 3.1 ટકા (84.8 લાખ) ઇક્વિટીમાં રોકાણ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન