London Job seeker gets interview within 3 hours and has job by Friday
  • Home
  • Featured
  • સ્ટેશન પર RESUME ટિંગાળ્યો અને યુવકને મળ્યો મોટો ચાન્સ

સ્ટેશન પર RESUME ટિંગાળ્યો અને યુવકને મળ્યો મોટો ચાન્સ

 | 1:51 pm IST
  • Share

  • લંડનના 24 વર્ષના હૈદર મલિકને નોકરી મળતી નહોતી

  • પિતામાંથી પ્રેરણા મેળવી હૈદરે અનોખો આઇડિયા અજમાવ્યો

  • ટ્રેન સ્ટેશન પર પોપ-અપ સ્ટેન્ડ લગાવ્યાના થોડાંક જ કલાકોમાં તેને નોકરી મળી ગઇ

લંડનના 24 વર્ષીય હૈદર મલિકને કોરોનાના સમયગાળા દરમિયાન નોકરી મળી રહી ન હતી. આથી તેણે નોકરી શોધવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો. ટ્રેન સ્ટેશન પર પોપ-અપ સ્ટેન્ડ લગાવ્યાના થોડાંક જ કલાકોમાં તેને નોકરી મળી ગઇ.

જ્યારે કોઈ વ્યક્તિ સતત ઈન્ટરવ્યુ આપ્યા પછી નોકરી ન મેળવી શક્યો ત્યારે તેણે નોકરી શોધવાની અનોખી રીત શોધી કાઢી. તો તેણે ટ્રેન સ્ટેશન પર પોપ-અપ સ્ટેન્ડ લગાવ્યાના થોડા કલાકોમાં જ તેને કામ મળી ગયું. ધ મિરરના અહેવાલ મુજબ લંડનના 24 વર્ષના હૈદર મલિકને કોરોનાના સમયગાળા દરમિયાન નોકરી મળી રહી ન હતી.

મિડલસેક્સ યુનિવર્સિટીમાંથી બેન્કિંગ અને ફાઇનાન્સમાં ફર્સ્ટ ડિવિઝન મેળવ્યા બાદ પણ હૈદર મલિક નોકરી માટે ભટકી રહ્યો હતો. તે ઝૂમ પર સતત ઈન્ટરવ્યુ આપી રહ્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ તેણે નોકરી મેળવવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો. તેણે તેના CV અને LinkedIn પ્રોફાઇલનો QR કોડ શેર કર્યો અને એક બોર્ડ પર તમામ માહિતી શેર કરી.

હૈદર મલિકનું કહેવું છે કે તેના માટે તે તેના પિતા મહેમૂદ મલિકથી પ્રેરિત હતો, તેઓ યુવાનીના સમયમાં જ પાકિસ્તાનથી બ્રિટન આવ્યા હતા અને અહીં કેબ ચલાવતા હતા. સ્ટેશન પાસે બોર્ડ લગાવ્યા બાદ હૈદર મલિકે કહ્યું કે, પહેલી પાંચ મિનિટ કે 10 મિનિટ હું નર્વસ અનુભવતો હતો કારણ કે હું ત્યાં ખાલી હાથે ઊભો હતો.

હૈદર મલિકે કહ્યું, ‘મારી બેગમાં મારો સીવી હતો, હું ત્યાં ખાલી હાથે ઊભો હતો અને લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, મેં મારો સીવી હાથમાં લીધો અને લોકોને ગુડ મોર્નિંગ કહેવાનું શરૂ કર્યું, આ દરમિયાન ઘણા લોકોએ મને તેમના કાર્ડ આપ્યા, તેમણે મને તેમનો ફોન નંબર આપ્યો અને મારી સાથે વાત કરવા લાગ્યા, કોઈએ મારો ફોટો વાયરલ કરી દીધો.

તેની અસર એ થઈ કે હૈદર મલિકને સતત ફોન આવતા રહ્યા. પછી ઈન્ટરવ્યુ માટે ફોન આવ્યો. હૈદરે જણાવ્યું કે મને સવારે 9.30 વાગ્યે ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરનો ટેક્સ્ટ મેસેજ આવ્યો કે સવારે 10.30 વાગ્યે ઈન્ટરવ્યુ માટે આવ, મારી કાર પાર્કિંગમાં હતી, હું બોર્ડ લઈને ભાગ્યો. ઈન્ટરવ્યુના બીજા રાઉન્ડ પછી નોકરી મળી ગઇ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો