london maskless woman spits at cashier in waitrose while shouting
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: માસ્ક પહેર્યા વગર મહિલા માર્કેટમાં ગઈ અને થયો હંગામો, લાજવાને બદલે આ તો ગાજી

VIDEO: માસ્ક પહેર્યા વગર મહિલા માર્કેટમાં ગઈ અને થયો હંગામો, લાજવાને બદલે આ તો ગાજી

 | 5:57 pm IST
  • Share

કોરોના(Coronavirus Pandemic)ને લીધે ઘણા લોકો વાયરસ ન ફેલાય એટલા માટે શક્ય તેટલા ઘરની અંદર રહે છે. ઘણા દેશોની સરકારોએ લોકોને માસ્ક પહેરવાની વિનંતી કરી છે. સરકાર કહે છે કે રસી ન આવે ત્યાં સુધી માસ્ક જ રસી છે. માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. ઘણા દેશોએ માસ્ક ન પહેરવા પર દંડ લેવાનું પણ શરૂ કરી દીધું છે.

થોડા દિવસો પહેલા એક સમાચાર આવ્યા હતા કે અમેરિકામાં એક મહિલાએ માસ્ક નહોતું પહેર્યું તો કેશિયરે તેને માસ્ક પહેરવાનું કહ્યું. ત્યારે તેણે હંગામો કર્યો. હવે ઇંગ્લેન્ડમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં મહિલાએ કેશિયર સાથે કંઈક એવું કર્યું કે જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર ઝડપથી વાયરલ(Viral Video) થઈ રહ્યો છે. લંડનમાં એક મહિલા માસ્ક વિના સુપરમાર્કેટમાં આવી. જ્યારે કેશિયરે માસ્ક વિના સામાન આપવાની ના પાડી ત્યારે તેણે હંગામો કર્યો. જ્યારે કેશિયરે માસ્ક ન પહેરવાનો વિરોધ કર્યો ત્યારે મહિલાએ તેના મોં પર થૂંક ઉડાડ્યું. જુઓ વીડિયોમાં પછી કેવો હંગામો થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન