London Mayor Diwali celebrations Fiasco in Trafalgar Square
  • Home
  • Featured
  • લંડનના મેયરની દિવાળી ઇવેન્ટનો ધબડકો, ભારતીયોએ ભાવ જ ના આપ્યો!

લંડનના મેયરની દિવાળી ઇવેન્ટનો ધબડકો, ભારતીયોએ ભાવ જ ના આપ્યો!

 | 2:17 pm IST

લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર પર મેયર સાદિક ખાનને એક શાંતિપૂર્ણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. દિવાળી પ્રસંગે એક કાર્યક્રમમાં દિવાળીની શુભેચ્છા આપવા માટે આવેલા સાદિક ખાન સામે ભારતીય સમુદાયના લોકોએ ટર્ન યોર બેક કરીને વિરોધ નોંધાવ્યો હતો. કાશ્મીર મુદ્દે નિર્ણય બાદ લંડનમાં ફાટી નીકળેલા પાક. સમર્થિત પ્રદર્શનોને રોકવાના કોઇ પ્રયાસો ન કર્યા હોવાના કારણે આ વિરોધ કરવામાં આવ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

આ સમયે ભારતના લોકોએ કાર્યક્રમ દરમ્યાન તેમની પીઠ સ્ટેજ તરફ કરીને વિરોધ કર્યો હતો. તેમના હાથમાં ભારતનો ત્રિરંગો હતો અને કાળા કપડાં પહેર્યા હતા. વિરોધ પ્રદર્શનના આયોજકે કહ્યું કે લંડનના મેયર સાદિક ખાનની ફરજ છે કે લંડનના દરેક નાગરિકોને સલામત રાખે અને તેમના વિચારો અને દ્રષ્ટિકોણનું સન્માન કરે. તાજેતરમાં પાકિસ્તાન સમર્થકો દ્વારા હિંસક પ્રદર્શનો લંડનના રસ્તાઓ પર થયા અને દિવાળીએ પણ થયા. જે અત્યંત અશિષ્ટ અને અપમાનજનક ઘટના છે. આમને કોઇ રોકતું નથી અને તેઓ હિંસા અને અશાંતિ ફેલાવતા રહે છે. દિવાળી પરનો વિરોધ ભારતીય હાઇ કમિશન દ્વારા દૂર કરાયો હતો. ઘણા ભારતીયોએ પોલીસને લખીને તેમની રજૂઆત કરી હતી.

આ વિરોધ વચ્ચે પણ સાદિક ખાને તેમની સ્પીચ ચાલુ રાખી હતી અને ભારતીયોને દિવાળીની શુભેચ્છા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન