એકલતા ખરેખર તમારા હૃદય માટે નુકસાનકારક - Sandesh
  • Home
  • Newspaper
  • એકલતા ખરેખર તમારા હૃદય માટે નુકસાનકારક

એકલતા ખરેખર તમારા હૃદય માટે નુકસાનકારક

 | 1:13 am IST

તાજા સંશોધનમાં એવું તારણ નીકળ્યું છે કે એકલતા ભોગવતા લોકોમાં હૃદયની બીમારીથી મોતનું જોખમ બમણું થઇ જાય છે. જ્યારે સામાજિક સથવારાનો અભાવ હોય ત્યારે લોકો બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી લેતા હોય છે. ઉપરાંત તણાવનો પણ ભોગ બનતા હોય છે. તેઓ એ સમયે દવા લેવાનું પણ ઓછું પસંદ કરે છે, સરવાળે હૃદયરોગ તેમને ભરખી જાય એ જોખમ બેવડાઇ જતું હોય છે. આ અભ્યાસના મુખ્ય લેખક કોપનહેગન યુનિવર્સિટીના અન્ને વિનગાર્ડે જણાવ્યું હતું કે, આજના સમયમાં પહેલાં કરતાં આજે એકલતા વધુ છે અને પહેલાં કરતાં વધુ લોકો એકલા જીવતા હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એકલતા એ વહેલાં મોતનું મહત્ત્વનું કારણ બની રહી છે. ઉપરાંત એકલતાને કારણે માનસિક આરોગ્ય પણ બગડે છે, તો ર્કાિડયોવેસ્ક્યૂલરના દર્દીઓ માટે જીવનની ગુણવત્તા પણ બગડતી હોય છે. આ પ્રકારનું જીવન પુરુષ અને મહિલા બંને માટે દોહ્યલું બની જતું હોય છે. અમેરિકામાં ૪૫ કે તેથી વધુ વયના અંદાજે ૪૨૬ લાખ પુખ્ય વ્યક્તિઓ એકલા રહે છે. કુલ વસતીનો એક ચતુર્થાશ ગણાય. યુકેમાં ૩૯ લાખ લોકો કહે છે કે ટેલિવિઝન તેમના માટે કંપની આપનારું સાધન બને છે.

ઉપવાસી આહાર હૃદય માટે સારો કે નહીં ?

ફેબ્રુઆરી ૨૦૧૮માં થયેલા એક સંશોધનમાં જણાયું છે કે અઠવાડિયું ઉપવાસ કરવાથી હૃદયને નુકસાન થાય છે.

મેદસ્વી લોકો ચરબી ઉતારવા માટે તેમની કેલરી ઘટાડીને દિવસે ફક્ત ૬૦૦થી ૮૦૦ યુનિટ કરી છે, તેમના હૃદયનું ફેટ (ચરબી) લેવલ ૪૪ ટકા વધી જાય છે.

આ પ્રકારનો આહાર કરનારાઓ એક જ અઠવાડિયામાં તેમના શરીરના કુલ વજનનું સરેરાશ ૬ ટકા વજન ગુમાવે છે. આ ચરબી તેમના લોહીમાં ભળે છે અને તે તેમના હૃદયમાં શોષાઇ જાય છે.

આ હાર્ટ ફેટ આઠ દિવસના ડાયેટિંગથી ઘટી જાય છે પણ તે અનિયમિત ધબકારા અને શ્વાસ લેવામાં તકલીફ પડે એવા પ્રશ્નો પેદા થઇ જતા હોય છે.

;