લિપસ્ટિકને લોન્ગ લાસ્ટિંગ બનાવશે આ ટિપ્સ, ફોલો કરો તમે પણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • લિપસ્ટિકને લોન્ગ લાસ્ટિંગ બનાવશે આ ટિપ્સ, ફોલો કરો તમે પણ

લિપસ્ટિકને લોન્ગ લાસ્ટિંગ બનાવશે આ ટિપ્સ, ફોલો કરો તમે પણ

 | 2:04 pm IST
  • Share

છોકરીઓ જ્યારે લિપસ્ટિક લગાવે ત્યારે તે લોન્ગ ટાઇમ સુધી રહે એ માટે તેઓ અનેક ઘણા પ્રયત્નો કરતી હોય છે. જો કે લાખ પ્રયત્ન કર્યા હોવા છતા પણ તેમની લિપસ્ટિક લાંબા સમય સુધી રહેતી નથી. આમ, જો તમે આ સમસ્યાનું નિરાકરણ લાવવા ઇચ્છતા હોવ તો આ ટિપ્સ તમને ખૂબ કામમાં લાગશે.

  • જો તમારી ઇચ્છા લિપસ્ટિકને વધુ લોન્ગ-લાસ્ટિંગ બનાવવાની હોય તો લિપસ્ટિક લગાડ્યા બાદ પાતળું ટિશ્યુ પેપર તમારા હોઠ પર રાખો અને બહારની બાજુએથી એના પર થોડો ટ્રેન્ઝ્લુસન્ટ પાઉડર-બ્રશ વડે લગાવો. આમ કરવાથી આછો ટ્રેન્ઝ્લુસન્ટ પાઉડર હોઠ પર લાગી જશે, જે રંગને લોક કરી દેવાનું કામ કરશે.
  • કેટલીક મહિલાઓને હોઠ પર લાગેલી લિપસ્ટિક દાંત પર પણ લાગી જતી હોવાની સમસ્યા સતાવતી હોય છે. આ પરિસ્થિતિ ઘણી વાર તેમને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દેતી હોય છે. તમારી સાથે આવું ન થાય એ માટે લિપસ્ટિક લગાડ્યા બાદ હાથ ધોઈ નાખવા અને આવા સાફ હાથની પહેલી આંગળી મોમાં મૂકવી. એમ કરવાથી જે લિપસ્ટિક તમારા દાંત પર લાગવાની સંભાવના હશે એ આંગળી પર લાગી જશે અને તમે શરમજનક પરિસ્થિતિથી બચી જશો.
  • કેટલીક લિપસ્ટિક્સ, એમાં પણ ખાસ કરીને લિક્વિડ લિપસ્ટિક્સ લગાડ્યાના થોડા સમય બાદ હોઠની કિનારીઓથી બહાર ફેલાઈ જાય છે. આવું ન થાય એ માટે લિપસ્ટિક લગાડતાં પહેલાં હોઠની કિનારીઓ પર થોડું મેકઅપ પ્રાઇમર લગાડી દેવું વધુ હિતાવહ છે.
  • લિપસ્ટિકને વધુ લોન્ગ-લાસ્ટિંગ બનાવવાની એક ટેકનિક એ પણ છે કે, લિપસ્ટિક લગાડતાં પહેલાં વાપરવામાં આવતું લિપ-લાઇનર ફક્ત હોઠને આઉટલાઇન કરવા જ ન વાપરવું, આઉટલાઇન કર્યા બાદ અંદર પણ લગાડવી અને પછી એના પર લિપસ્ટિક લગાડવી. આવું કરવાથી લિપસ્ટિકનો રંગ આછો થઈ જાય ત્યારબાદ પણ લિપ-લાઇનરનો રંગ અકબંધ રહેતો હોવાથી લિપસ્ટિકનું સૌંદર્ય બરકરાર રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન