લાંબુ જીવવું છે, તો દર ઉનાળામાં ઓફિસમાંથી ૩ અઠવાડિયાનું વેકેશન લઈ લો! : અભ્યાસ - Sandesh
  • Home
  • Newspaper
  • લાંબુ જીવવું છે, તો દર ઉનાળામાં ઓફિસમાંથી ૩ અઠવાડિયાનું વેકેશન લઈ લો! : અભ્યાસ

લાંબુ જીવવું છે, તો દર ઉનાળામાં ઓફિસમાંથી ૩ અઠવાડિયાનું વેકેશન લઈ લો! : અભ્યાસ

 | 1:47 am IST

હેલ્થકેરમાં ભાગ લેનારાઓને હૃદયરોગનું જોખમ વધ્યું હતું

હેલસિન્કી યુનિવર્સિટીએ ૧૯૧૯થી ૧૯૩૪ દરમિયાન જન્મેલા ૧,૨૨૨ આધેડ વયના પુરુષોનાં જીવન ઉપર અભ્યાસ કર્યો હતો. ૧૯૭૪ અને ૧૯૭૫માં તેમને આગામી ૪૦ વર્ષના વૈજ્ઞાનિક અભ્યાસ માટે નિયુક્ત કરાયા હતા. આ અભ્યાસમાં ભાગ લેનારાઓને કાર્ડિયોવસ્ક્યુલર રોગ માટેનું જોખમી પરિબળ-ધૂમ્રપાન, હાઇ બ્લડપ્રેશર, હાઇ કોલેસ્ટરોલ, ગ્લુકોઝ ઇન્ટોલરન્સમાંથી કોઈ એક જોખમ હતું. આ અભ્યાસમાં ભાગ લેનારઓમાંથી અડધાને હેલ્થ પ્રોગ્રામ હેઠળ રાખવામાં આવ્યા હતા, જ્યારે અડધાને ફિટનેસ લેવલ જાળવવા માટે સખત નિર્દેષ હેઠળ રખાયા હતા. ફિટનેસ ગ્રૂપમાં રખાયેલાઓને એરોબિક કસરત કરવા, આરોગ્યપ્રદ આહાર લેવા, સ્વસ્થ વજન કેળવવા અને ધૂમ્રપાન બંધ કરવા જેવી દર ચાર મહિને મૌખિક અને લેખિત સલાહ અપાતી હતી, જ્યારે ફક્ત આરોગ્યની સલાહ કારગત ન રહે ત્યારે બ્લડ લો પ્રેશર માટે દવા અપાતી હતી.   જ્યારે બીજા નિયંત્રિત જૂથનાં લોકોની ફિટનેસની કોઈ તપાસ થતી ન હતી. યુનિવર્સિટી ઓફ હેલસિન્કીના વિજ્ઞાનીઓને જણાયું કે હેલ્થકેરમાં ભાગ લેનારાઓને નિયંત્રિત જૂથનાં લોકો કરતાં કાર્ડિયોવસ્ક્યુલર રોગનું જોખમ ૪૬ ટકા ઘટયું હતું.

૨૦૦૪ સુધી હેલ્થકેર જૂથમાં મૃત્યુદર ઊંચો ગયો હતો

આ અભ્યાસ શરૂ થયાના ચાર દાયકા બાદ સંશોધકોને જે ડેટા મળ્યો તેની નેશનલ ડેથ રજિસ્ટર્સના ડેટા સાથે સરખામણી કરી હતી. તેઓએ કામ, ઊંઘ અને વેકેશનની માત્રા અંગે જે અગાઉ નોંધાઈ ન હતી તેની તપાસણી કરી હતી. આ સરખામણી પરથી જણાયું કે ૨૦૦૪ સુધી હેલ્થકેર જૂથમાં રહેનારાઓમાં મૃત્યુદર સતત ઊંચો ગયો હતો. એ પછી ૨૦૦૪ અને ૨૦૧૪ વચ્ચે બંને જૂથો વચ્ચે મૃત્યુદર ઘટતો ગયો હતો. આ આૃર્યજનક પરિણામો પાછળ ટૂકી રજા હોવાનું કારણ જણાયું હતું. આ વાતને ઊલટી લેવી નહીં એમ કહેતાં પ્રોફેસર તિમો સ્ટ્રેન્ડબર્ગ કહે છે કે રજા નહીં લઈને સખત કામ કરવાથી આરોગ્યપ્રદ જીવનશૈલી મળી શકે નહીં. ખરેખર તો તણાવથી મુક્તિ મેળવવા માટે વેકેશન એક સારો માર્ગ છે.

તણાવ તમારા હૃદયની આયુ ઘટાડે છે?

વય વધવા સાથે કેટલાંક હોર્મોન વધે તો કેટલાંક હોર્મોન ઘટતાં હોય છે. કોર્ટિસોલ એવો જ એક હોર્મોન છે, એ હોર્મોનનું સ્તર ઊંચું જઈ શકે છે, કેમ કે વય વધવા સાથે દાહ બળે અને કોષોને નુકસાન થાય, જે શરીરને તણાવના સંકેત આપતું હોય છે, તેને કારણે આ હોર્મોન વધે છે, જોકે એ વધવા સાથે ચયાપચય વધારે, બ્લડશુગર લેવલ વધારે અને લડવા માટે સજ્જ રોગપ્રતિકાર શક્તિને દબાવે છે. કોર્ટિસોલનું પ્રમાણ વધે એ રોગપ્રતિકાર શક્તિને નુકસાન કરે છે અને આયુષ્ય ઘટાડે છે. જે સમય કરતાં વહેલાં વૃદ્ધત્વને નોંતરે છે, જેને પગલે નસની પ્રણાલીને ઘરડી કરે છે, જે હૃદયને પણ લાગુ પડે છે.

શું કરવું ?

તણાવ દૂર રાખો : પ્રોફેસર ગ્રોસમેન કહે છે કે ધ્યાન દ્વારા મનને કેળવો તો તમે તણાવથી દૂર રહી કોર્ટિસોલને ઘટાડી શકો. તણાવનાં આ હોર્મોનને ઘટાડવા મોટેથી હસો.

કસરત : કસરતને કારણે લોહીના પ્રવાહમાંથી કોર્ટિસોલનું પ્રમાણ ઘટે છે.