દુનિયાનો સૌથી લાંબો ગ્લાસ બ્રીજ, જે 66 માળની બિલ્ડિંગ કરતા પણ છે ઉંચો - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • દુનિયાનો સૌથી લાંબો ગ્લાસ બ્રીજ, જે 66 માળની બિલ્ડિંગ કરતા પણ છે ઉંચો

દુનિયાનો સૌથી લાંબો ગ્લાસ બ્રીજ, જે 66 માળની બિલ્ડિંગ કરતા પણ છે ઉંચો

 | 4:14 pm IST

ચીનમાં એક નવો ગ્લાસ બોટમ સસ્પેંશન બ્રીજ ખોલવામાં આવ્યો છો. તેની લંબાઈ 1601 ફુટ છે અને આ ટ્રાન્સ્પેરન્ટ ફુટપાથ વિશ્વમાં સૌથી મોટો છે. વિશ્વમાં સૌથી મોટો હોલ્ડર બ્રીજ નો રેકોર્ડ હતો જે 191 ફુટ લાંબો છે. 6.5 ફુટ પહોળો આ વોકવે બ્રીજ જમીન કરતા 755 ફુટ ઉંચો છે. એટલે કે તેની ઉંચાય 66 માળ ઉંચી બિલ્ડિંગ કરતા પણ વધારે છે. તે હેબઈ પ્રોવિનસમાં આવેલા હોન્ગયાગૂ સીનિક એરિયાના બંને પહોડાને એકબીજા સાથે જોડે છે.

– આ બ્રીજની ખાસિયત :

– પીપલ્સ ડેલી ઓનલાઈનની રિપોર્ટ મુજબ, ટૂરિસ્ટોને આકર્ષિત કરવા માટે તેને 24 ડિસેમ્બરના રોજ ખોલવામાં આવ્યો હતો, તેમાં 1077 ગ્લાસ પેનલ છે.

– બ્રીજમાં લગાવવામાં આવેલ દરેક પેનલ 1.5 ઈંચ ઝાડી છે અને બ્રીજનું વજન 70 ટન છે. આ બ્રીજની ખાસિયત એ છે કે તે સ્વિંગિંગ બ્રીજ છે.

– આ બ્રીજને હેબઈ બેલુ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યો છે. કંપનીનું માનવું છે કે તેનું સ્વિંગિંગ મોશન અહીં આવનાર મુસાકાતીઓને આકર્ષે છે.

– આ બ્રીજ એક વખતમાં વધારેમાં વધારે 2000 લોકોનું વજન ઉઠાવી શકે છે. જો કે, લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મેનેજમેન્ટે એક વખતમાં માત્ર 500 ટૂરિસ્ટોને જવાની પરવાગી આપી હતી.

– તેના પહેલા દુનિયામાં સૌથી લાંબો ગ્લાસ બ્રીજનો રેકોર્ડ હૃનાન પ્રોવિન્સમાં ઝાંગજિયાજી ગ્રાંડ કૈનયન પર 1410 ફુટ જેટલી લંબાઈ ધરાવતા બ્રીજનું નામ હતું.