જો તમારે પણ પેટની ચરબી ઘટાડવી છે તો કરો આ ઉપાય – Sandesh
NIFTY 10,404.30 +25.90  |  SENSEX 33,892.46 +117.80  |  USD 64.5800 +0.37
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જો તમારે પણ પેટની ચરબી ઘટાડવી છે તો કરો આ ઉપાય

જો તમારે પણ પેટની ચરબી ઘટાડવી છે તો કરો આ ઉપાય

 | 5:21 pm IST

કેટલાંક લોકનું ઓવરઓલ વજન તો ઓછું થાય છે પરંતુ પેટ પરની ચરબી તેમની ચિંતાનું કારણ છે. પેટના ભાગે ચરબી હેલ્થ માટે હાનિકારક છે. પેટ પરની ચરબી જમાં થવાના અનેક કારણો છે. કેટલાંક લોકો કામમાં વ્યસત હોવાને કારણે જીમમાં નથી જઈ શકતા. આ સમસ્યાથી છૂટકારો મેળવવો સરળ નથી, પણ લાઈફ સ્ટાઈલ અને ખાવા પીવાનું ધ્યાન રાખીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. એક અભ્યાસ મુજબ હેલ્ધી ફેટ, હેલ્ધી પ્રોટીન અને હેલ્ધી કાર્બોહાઈડ્રેડ ખાવાથી તમે પેટની ચરબી ઘટાડી શકો છો.

સોલ્યુબલ ફાયબર વધારે ખાવું :

જેમાં ફાયબર વધારે હોય તેવો ખોરાક ખાવો જોઈએ. દરરોજ સવારે ફણગાવેલા મગ ખઈ શકો છો.

નટ્સ :

નટ્સ ખાવાથી તમને ભૂખ ઓછી લાગે છે અને તે હાર્ટ અટેક, કરચલી, હાઈ બ્લડ પ્રેશર અને કેન્સર જેની ગંભીર બીમારીને દૂર કરે છે. દરરોજ નટ્સ ખાવાથી અનેક ફાયદા થશે અને તેને તમે સલાડમાં પણ નાખી શકો છો.

લીલા શારભાજી :

લીલા શાકભાજીમાં કેલેરી ઓછી હોય છે અને તેનાથી તમારું વજન પણ નથી વધતું. લીલા શાકભાજીમાં ભરપૂર ફાયબર હોય છે જેનાથી પાચન શક્તિ સારી રહે છે.

ડાયટમાં સામેલ કરવું પ્રોટીન :

પ્રોટીન એક અવું મેક્રોન્યૂટ્રિએન્ટ છે જે પેટની ચરબીને વધતા રોકે છે. પ્રોટીન ખાવાથી તમને જલ્દી ભૂખ નહી લાગે. તમે ડાયટમાં કાર્ટેજ ચીઝ, યોગર્ટ,
ઈંડા અને મીટ સામેલ કરી શકો છો.

ચા પીવી :

માત્ર ગ્રીન ટી જ નહી પણ પેપરમિન્ટ ટી અને બ્લેક ટી પણ પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

સ્ટ્રેસ ઓછો લેવો :

સ્ટ્રેસ દરમિયાન નિકળતા હોર્મોન્સથી પણ તમારા પેટની ચરબી વધી શકે છે. એક અભ્યાસ અનુસાર, કોર્ટિસોલ લેવલ વધવાથી ભૂખ લાગે છે અને પેટની ચરબી વધે છે.