loot-on-the-lines-of-special-26 film at dahod
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દાહોદમાં ફિલ્મ ‘સ્પેશિયલ 26’ની સ્ટાઈલમાં લૂંટ, ઈન્કમટેક્સ અધિકારી બનીને ઘરમાં ચલાવી લૂંટ

દાહોદમાં ફિલ્મ ‘સ્પેશિયલ 26’ની સ્ટાઈલમાં લૂંટ, ઈન્કમટેક્સ અધિકારી બનીને ઘરમાં ચલાવી લૂંટ

 | 3:58 pm IST
  • Share

 

બૉલિવૂડ અભિનેતા અક્ષયકુમારની લોકપ્રિય ફિલ્મ ‘સ્પેશિયલ 26’ની જેમ દાહોદની બુરહાની સોસાયટીમાં 4 લોકોએ નકલી ઈન્કમટેક્સ અધિકારી બનીને દરોડાની આડમાં લૂંટ ચલાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દાહોદની બુરહાની સોસાયટીમાં 4 જેટલા શખ્સો ઈન્કમટેક્સ અધિકારી તરીકે પોતાની ઓળખ આપીને રોફ જમાવીને ઘરમાં ઘુસ્યા હતા. જ્યાં પરિવારને બંદૂકવાળુ લાઈટર બતાવીને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.

આ દરમિયાન આસપાસના લોકોએ નકલી ઈન્કમટેક્સ અધિકારી બનીને આવેલા 2 લોકોને ઝડપી પાડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી બંદૂકવાળુ લાઈટર, પાનકાર્ડ અને ઈન્કમટેક્સ અધિકારી તરીકેનું બનાવટી આઈકાર્ડ જપ્ત કર્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન