Looteri Bride and her Gang arrested from Navsari
  • Home
  • Featured
  • લૂંટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો, કુંવારી યુવતી બની માતાએ લાખો ખંખેર્યા, ગેંગ પોલીસ પકડમાં

લૂંટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો, કુંવારી યુવતી બની માતાએ લાખો ખંખેર્યા, ગેંગ પોલીસ પકડમાં

 | 8:37 pm IST

ગુજરાતમાં લૂંટેરી દુલ્હનના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે. અને આ કિસ્સાઓ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરતમાં જોવા મળી રહ્યા છે. સુરતમાં વધુ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના એક યુવાન પાસે લગ્નના નામે લાખો રૂપિયા પડાવી લૂંટેરી દુલ્હન ભાગી ગઈ હતી. જો કે આ મામલે યુવાને પોલીસ ફરિયાદ કરતાં નવસારીની એક ગેંગ ઝડપાઈ ગઈ હતી.

લગ્ન કરાવી આપવાની લાલચ આપીને પૈસા પડાવતી નવસારી ગેંગે સુરતમાં સલૂન ચલાવતાં એક ઈસમને શિકાર બનાવ્યો હતો. આ ઈસમને નવસારીની વહુને કુંવારી બતાવી તેની સાથે લગ્ન કરાવ્યા હતા. અને આ માટે 1.35 લાખ રૂપિયા પણ ખંખેરી લીધા હતા. જો કે, પૈસા મળી ગયા બાદ નવસારીની યુવતી સુરતથી ફરાર થઈ ગઈ હતી.

નવી પરણેલી આવેલી વહુ ગાયબ થઈ જતાં સાસરિયાઓએ આ મામલે વહુ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરતાં લૂંટેરી દુલ્હનની ગેંગનો પર્દાફાશ થયો હતો. ગેંગના 6 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ફરાર થઈ ગયો હતો. ગેંગમાં 4 પુરુષ અને 3 મહિલાઓ સામેલ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન