લૂંટારુઓને નથી પોલીસનો ડર, જુઓ કેવી રીતે મહિલા PSIને ઉડાવી, જુઓ CCTV ફૂટેજ - Sandesh
  • Home
  • Videos
  • લૂંટારુઓને નથી પોલીસનો ડર, જુઓ કેવી રીતે મહિલા PSIને ઉડાવી, જુઓ CCTV ફૂટેજ

લૂંટારુઓને નથી પોલીસનો ડર, જુઓ કેવી રીતે મહિલા PSIને ઉડાવી, જુઓ CCTV ફૂટેજ

 | 3:05 pm IST

વલસાડમાં લૂટારૂ તત્વો બેફામ બન્યા છે. સામાન્ય પ્રજા તો ઠીક પણ ખાખીધારીને પણ આવા તત્વો નિશાન બનાવી રહ્યા છે. ત્યારે ધરમપુરમાં એક મહિલા પીએસઆઇને ટ્રક નીચે કચડવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે.

વાપીથી ટ્રક ચોરીને ભાગેલા આરોપીને પકડવા ધરપમુર નજીક પીલીસે નાકબંધી કરી હતી. જ્યાં ચોરી આશંકાને લઇને ટ્રકને રોકવામાં આવી હતી. પરંતુ ત્યારે જ ટ્રકમાં સવાર બે આરોપીઓએ મહિલા પીએસઆઇને ધક્કો મારી ટ્રક નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ મોતની ટક્કરના સીસીટીવી સામે આવ્યા છે. આ જીવલેણ હુમલાબાદ તાત્કાલિક જ ઇજાગ્રસ્ત થતા ઘાયલ મહિલા પીએસઆઇને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને સક્રિય બનેલી પોલીસે એ જ ડ્રાઇવરને આગળથી ઝડપી પાડ્યો હતો. પરંતુ સવાલ એ થાય છે કે આવા તત્વો પર ક્યારે લગામ લાગશે. ક્યારે લેવાશે ખાખીધારીઓને નિશાન બનાવનારા સામે પગલા. ક્યાં સુધી આવી રીતે લૂંટારૂઓ આતંક મચાવતા રહેશે.