Lopamudra placed 5 conditions before police to come to Gujarat
  • Home
  • Ahmedabad
  • નિત્યાનંદ આશ્રમ વિવાદ: લોપામુદ્રાએ ગુજરાત આવવા પોલીસ સમક્ષ મૂકી આ 5 શરતો

નિત્યાનંદ આશ્રમ વિવાદ: લોપામુદ્રાએ ગુજરાત આવવા પોલીસ સમક્ષ મૂકી આ 5 શરતો

 | 3:15 pm IST

નિત્યાનંદ આશ્રમ વિવાદ જ્યારથી ચર્ચામાં આવ્યો છે ત્યારથી એક પછી એક ખુલાસા અને ચોંકાવનારી હકિકત સામે આવી રહી છે. નિત્યાનંદ કાંડ મામલે ગાયબ થયેલી બે બહેનોમાંથી એક લોપામુદ્રા ઉર્ફે તત્વપ્રિયાએ વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે અમુક શરતો સાથે ગુજરાત આવવા તૈયાર છે એમ જણાવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જર્નાદન શર્માની મોટી પુત્રી લોપામુદ્રાએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેને કહ્યું છે કે પોલીસ મારી શરતો માને તો હું ગુજરાત આવીશ. આ સાથે લોપામુદ્રાએ પોલીસ સામે 5 શરતો મૂકી છે. જેની ખાતરી થયા બાદ તેઓ સામે આવશે તેવું તેઓએ વીડિયો મારફતે જણાવ્યું છે. લોપામુદ્રાએ કહ્યું કે તેને વકીલ અને પોલીસનો ફોન આવ્યો અને 26 નવેમ્બરે તેને તેની બહેન સાથે હાજરી આપવી પડશે એમ જણાવ્યું. લોપા મુદ્રાએ કહ્યું કે,‘આ બાબતે મને ખૂબ ડર છે. ગેરકાયેદે મારી બંને ગુરૂબહેનોની ધરપકડ થઈ.’

આ સાથે લોપામુદ્રાએ કહ્યું કે,‘મને અને મારી બહેનને પોલીસ પ્રોટેક્શન જોઈએ.’ આવીએ ત્યારથી જઈએ ત્યાં સુધી પોલીસ પ્રોટેક્શનની લોપામુદ્રાએ માંગ કરી છે. આ સિવાય તેને કહ્યું કે,‘મારૂ અને મારી બહેનનું અપહરણ ન થવું જોઈએ અને મારી અને મારી બહેનનની ધરપકડ ન કરાય.’ ઉપરાંત તેને કહ્યું કે એ લોકો મને રોકવા ઓર્ડર નહીં કરે અને તે લોકો બંને ગુરૂબહેનોને રિલીઝ કરે. જો આ 5 શરતો મંજૂર હશે તો હું ભારત આવીશ.



લોપામુદ્રા કરી આ 5 શરતો:

1) પોલીસ પ્રોટેક્શન … અને કોર્ટનું પ્રોટેક્શન હું અને મારી બેન આવીએ ત્યારથી. જઈએ ત્યાં સુધી
2) કોર્ટને ઓર્ડર કે મને અને મારી બેનને કિડનેપ ના કરે
3) મને અને મારી બહેનને અરેસ્ટ ના કરે
4) એ લોકો મને રોકાવા માટે ઓર્ડર નહિ કરે
5) તે લોકો બંન્ને ગુરુ બહેનોને રિલીઝ કરે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન