Lord Buddha was born under the tree; Know the complete story - Video
  • Home
  • Featured
  • ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો વૃક્ષની નીચે, જાણો સંપૂર્ણ કથા – Video

ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો વૃક્ષની નીચે, જાણો સંપૂર્ણ કથા – Video

 | 9:14 am IST

એક રાજકુમાર જેને ઉછેર અપાર વૈભવ અને સુખ સ્હાયબીમાં થયો, પરંતુ જીવનના દુખ જોતા જ તેના મનમાં વૈરાગ્યનો જન્મ થાય છે. આજે વૈશાખી પૂનમનો દિવસ છે અને આ જ દિવસે જન્મ થયો હતો ભગવાન બુદ્ધનો. જેણે જ્ઞાનનુ સર્વોચ્ચ પદ પ્રાપ્ત કર્યુ છે તે જ કહેવાય છે બુદ્ધ. તો આવો જાણીએ બુદ્ધ જન્મની આ પ્રેરણાત્મક કથા.

હિમાલય પર્વતની તળેટીમાં બિહારના ઉત્તરના ભાગમાં ભગવાન ઈસુના જન્મથી છસ્સો વર્ષ પહેલાં, શાક્ય જાતિનું એક ગણરાજ્ય હતું. તે ગણરાજ્યની રાજધાની કપિલવસ્તુ હતી. ત્યાંના રાજા શુદ્ધોધન, ન્યાયપ્રિય અને ધર્માત્મા હતા. તેમની પત્ની રાજરાણી મહામાયા પણ ધાર્મિક વિચારોવાળા પતિવ્રતા હતા.

ઈસવીસન પૂર્વ ૫૬૩ એ ભગવાન બુદ્ધનો જન્મ થયો. બ્રાહ્મણોએ તેમના બાળપણનું નામ સિદ્ધાર્થ રાખ્યું. તેમના જન્મની એક ઘટના ખુબ જ પ્રસિદ્ધ છે. બન્યું એવું કે મહારાણી મહામાયાનો પ્રસવકાળ નજીક આવ્યો ત્યારે મહારાજે રિતી અનુસાર મહારાણીને પ્રસવ માટે તેમના પિયર મોકલવાનો પ્રબંધ કર્યો. જ્યારે કેટલાક સેવકો અને દાસીયોની સાથે મહારાણીના પિયર દેવદેહ જવા માટે તેમની પાલખી લુંબીનીના વનમાંથી પસાર થતી હતી, તો મહારાણીને ત્યાં જ પ્રસવ પીડા થવા લાગી.

ત્યારે સેવકો અને દાસીયોની મદદથી તેમની પાલખી એક છાયાદાર વૃક્ષની નીચે રાખવામાં આવી. સેવકોને ત્યાંથી દૂર મોકલી દેવામાં આવ્યા, ત્યારે દાસીયોની દેખરેખમાં મહારાણીએ તે વૃક્ષની નીચે જ એક દિવ્ય આભાવાળા પુત્રને જન્મ આપ્યો. બાળકને જાઈને મહારાણી મહામાયા અને દાસીયોનાં આનંદનો પાર ન રહ્યો. મહારાજ શુદ્ધોધનને તત્કાળ સુચના આપવા માટે એક ઘોડેસવાર સૈનિકને રાજધાની મોકલવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન