Lord Ganesh Ganesh chaturthi Important Information
  • Home
  • Astrology
  • ગણેશ ચતુર્થી પર ભૂલથી પણ ન કરશો આ કામ, નહીંતો થઈ જશો કંગાળ

ગણેશ ચતુર્થી પર ભૂલથી પણ ન કરશો આ કામ, નહીંતો થઈ જશો કંગાળ

 | 2:10 pm IST

આજે ગણેશ ચતુર્થી છે. ભગવાન ગણેશજીની ખુબજ હર્ષોલ્લાસથી સ્થાપના કરવામાં આવે છે અને ખુબજ શ્રદ્ધા પૂર્વક તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.ભગવાન ગણેશજીની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ ખાસ અવસરે કેટલીક ખુબજ મહત્વની વાત કરી રહ્યા છીએ. આને તમે મનમાં ઉતારી લો કેમકે આ નાનકડી ભૂલ જો તમે કરી તો સમજી લો કે દરિદ્રતા તમને ઘેરી લેશે.

હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર રાહુ કાળમાં કોઈ કાર્ય ન કરવુ જોઈએ. અર્થાત રાહુ કાળ દરમિયાન ભગવાન ગણેશજીની સ્થાપના કરવી જોઈએ નહી. જો તમે આ સમયે ઘરમાં ગણેશજીની સ્થાપના કરો છો તો ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેજો. રાહુકાળ એટલેકે પ્રાત: કાળ 7.35થી લઈને 9.10 સુધી પૂજા કરવી જોઈએ નહી.

પૌરાણિક માન્યતાઓ અનુસાર ભાદરવાની શુક્લ પક્ષની ચતુર્થીની રાત્રીએ ચંદ્ર દર્શન કરવા જોઈએ નહી. માન્યતા છે કે જો આ દિવસે ચંદ્ર દર્શન કરવામાં આવે તો ખોટુ કલંક લાગે છે. આ દિવસે ચંદ્ર દેવને અર્ઘ્ય આપો પણ તેમની સામે જોવુ જોઈએ નહી. ગણેશજીની સ્થાપના વખતે વાસ્તુનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગણેશજીની મૂર્તીને પૂર્વ-ઉત્તર દિશામાં બેસાડવાને શુભ માનવામાં આવે છે.

ભૂલથી પણ પશ્ચિમ ખુણામાં ગણેશજીની સ્થાપના ન કરવી જોઈએ. પૂજા સ્થાને ગણેશજીની એક કરતા વધારે મૂર્તિઓ રાખવી જોઈએ નહી. આવુ કરશો તો અપશુકન થશે કેમકે બે મૂર્તિઓ અંદરો અંદર એક સાથે ટકરાય તો તેને અશુભ માનવામાં આવે છે.

ભગવાન ગણેશજીની મૂર્તિનું મુખ ક્યારેય દરવાજા તરફ ન રાખો કેમકે ગણેશજીનું મુખ સમૃદ્ધિ, સુખ અને સૌભાગ્ય આપે છે. જ્યારે પીઠવાળા ભાગ પર દુખ અને દરિદ્રતાનો વાસ હોય છે.

પુરાણો અનુસાર ગણેશજીના પીઠના દર્શન કરવાને અશુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશજીની પૂજા કરો ત્યારે ક્યારેય તુલસી દલ ન ચડાવો સફેદ ફૂલ પણ ક્યારેય પૂજામાં ન લો. ગણેશજીને હંમેશા લાલ ફૂલ જ ધરાવો. ગણેશજી ઉત્સાહ અને ઉર્જાના પ્રતિક માનવામાં આવે છે.

આ Video જુઓ: દર્શન કરો દહેગામ તાલુકાના કંથારપુરા ગામે આવેલ મહાકાળી મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન