lord-ganesha-produced-him-self-as-devi-vinayaki, know story related to
  • Home
  • Astrology
  • ગણેશજીએ લીધું હતું સ્ત્રીનું રૂપ, જાણો ક્યારે અને શા માટે

ગણેશજીએ લીધું હતું સ્ત્રીનું રૂપ, જાણો ક્યારે અને શા માટે

 | 6:26 pm IST

હિંદુ ધર્મમાં સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. કેટલાંક ભક્તો તેમને લંબોધરના સ્વરૂપે પૂજે છે. તો કોઈ ગણપતિ કે પછી અન્ય સ્વરૂપે. ગણેશજીનો જન્મ દિવસ મહા સુદ ચોથ વરદ ચતુર્થીના દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. આજે આપણે ભગવાન ગણેશના એક એવા રૂપ વિશે જાણીશું કે જેમાં ગણેશજીને એક સ્ત્રીનું રૂપ ધારણ કર્યુ હતું. ગણેશજીના આ રૂપને વિનાયકી તરીકે ઓળખવામાં આવે છે.

વિશ્વમાં ગણેશજીના અનેક મંદિરો છે. તેમાં તેમની અલગ અલગ પ્રતિમા જોવા મળે છે. એમાં ભગવાન ગણેશને વિનાયકીના રૂપે બહું ઓછા લોકો જાણે છે. કાશી અને ઉ઼ડિશામાં ગણેશજીના આવા રૂપની પૂજા થાય છે. વિનાયકી દેવી પોતાના એક હાથમાં યુદ્ધ પરશુ અને બીજા હાથમાં કુલ્હાડી લઈને નજરે પડે છે.

પૌરાણિક કથાઓ અનુસાર સૃષ્ટિના પાલનકર્તા ભગવાન વિષ્ણુથી લઈને ઈન્દ્ર સુધી કોઈને કોઈ કારણે સ્ત્રીનું રૂપ ધારણ કરવું પડ્યું હતું. આમછતાં ઘણાં ઓછા લોકોને ખબર છે કે ગણપતિએ પણ એક વાર સ્ત્રીનું ધારણ કરવું પડ્યું હતુ. ભગવાન ગણેશના વિનાયકી રૂપની મૂર્તિઓ દેશના અનેક મંદિરોમાં જોવા મળે છે. એમાં તામિલનાડૂ સ્થિત ચિદંબરમ મંદિર, જબલપુર સ્થિત ચૌસઠ જોગણી મંદિર શામેલ છે. તેમનું એક મંદિર બિલાસપુરની પાસે પણ છે.

માતા પાર્વતીને બચાવવા ગણેશે લીધું હતું દેવી વિનાયકીનું રૂપ
ધર્મોત્તર પુરાણમાં વિનાયકીના આ સ્વરૂપનો ઉલ્લેખ જોવા મળે છે. તે સિવાય વન દુર્ગા ઉપનિષદમાં પણ ગણેશજીના સ્ત્રી રૂપનો ઉલ્લેખ છે. જેમાં તેમના આ રૂપને ગણેશ્વરી નામ આપવામાં આવ્યું છે. એટલું જ નહિં, મત્સ્ય પુરાણમાં ગણેશજીના આ સ્ત્રી સ્વરૂપનું વર્ણન પ્રાપ્ત થાય છે. પુરાણોમાં નોંધાયેલી આવી અનેક કથામાં ગણપતિના સ્ત્રી સ્વરૂપ વિશે આ કથા જાણવા મળે છે.

વિનાયકી ઉત્પત્તિ કથા
એક વાર એક અંધક નામનો દૈત્ય માતા પાર્વતીને પોતાની અર્ધાંગિની બનાવવા માટે ઉત્સુક હતો. તેણે પોતાની ઈચ્છાની પૂર્તિ માટે માતા પાર્વતી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી. ત્યારે માતા પાર્વતીએ મદદ માટે પોતાના પતિ શિવજીને બોલાવ્યા.

પોતાની પત્નીને દૈત્યથી બચાવવા માટે ભગવાન શિવે ત્રિશૂળ ઉઠાવ્યું અને રાક્ષસ અંધકની આરપાર ઉતારી દીધું. આમછતાં તે મર્યો નહિં. તેના લોહીના ટીપામાંથી એક એક રાક્ષસી અંધકા પેદા થતી ગઈ. રાક્ષસીને મારવા માટે તેના લોહીના ટીપાને જમીન પર પડતાં અટકાવવા પડે તેમ હતા. પણ તે સંભવ ન હતું. એવામાં માતા પાર્વતીને એક વાત સમજમાં આવી ગઈ. તે જાણતા હતા કે દરેક દૈત્ય શક્તિના બે તત્ત્વ હોય છે. પહેલું પુરુષ તત્ત્વ જે તેમને માનસિક રીતે મજબૂત બનાવે છે. બીજું સ્ત્રી તત્ત્વ જે તેમને શક્તિ આપે છે. તેથી પાર્વતીએ એ તમામ દેવીઓને આમંત્રિત કરી જે શક્તિરૂપ હતા.

આમ કરવા જતાં તમામ દૈવીય તાકાત સ્ત્રી રૂપમાં આવી ગઈ. જે રાક્ષસોના લોહીને પડતાં જ પોતાનામાં સમાવી લેતાં હતા. પરિણામ સ્વરૂપે અંધકાની ઉત્પતિ કાબુમાં આવી ગઈ. આમછતાં આ બધાં દ્વારા પણ અંધકનો અંત ન આવ્યો નહોતો. અંતમાં ગણેશજી પોતાના સ્ત્રી સ્વરૂપમાં પ્રગટ થયાં. તેમણે અંધકનું તમામ લોહી પી લીધું. એ રીતે અંધકનો સર્વનાશ કરવાનું સંભવ બન્યું. ગણેશજીના વિનાયકી રૂપને સૌથી પહેલા 16મી સદીમાં ઓળખવામાં આવ્યું. ગણપતિના આ સ્ત્રી રૂપને કેટલાંક લોકો ગણેશી પણ કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન