ઘરની આ દિશામાં લગાવશો ગણેશજીની મૂર્તિ તો થશે અમંગળ - Sandesh
  • Home
  • Astrology
  • ઘરની આ દિશામાં લગાવશો ગણેશજીની મૂર્તિ તો થશે અમંગળ

ઘરની આ દિશામાં લગાવશો ગણેશજીની મૂર્તિ તો થશે અમંગળ

 | 4:54 pm IST

વિઘ્ન હર્તા ભગવાન ગણેશજીની પ્રતિમા તો બધા જ પોતાના ઘર અને મંદિરમાં રાખે છે, જેથી તેના પરિવારમાં સુખ-શાંતિ રહે. પણ કેટલાક એવા લોકો પણ હોય છે જે ઘરના મુખ્ય દ્વાર પર ગણેશ ભગવાનની પ્રતિમા લગાવે છે. વાસ્તુ અનુસાર જો મુખ્ય દ્વાર પર ભગવાનની મૂર્તી લગાવવી હોય તો મુખ્ય દ્વારના દિશા પ્રમાણે જ લગાવવી જોઇએ. જો મૂર્તિને સારી રીતે લગાડવામાં ન આવે તો તેનાથી તમારા પરિવારને નુકશાન પણ થઈ શકે છે.

મુખ્ય દ્વાર દક્ષિણ અથવા ઉત્તરની દિશામાં હોય તો જ ગણેશજીની પ્રતિમા લગાવવી જોઇએ, અને જો પૂર્વ અથવા પશ્ચિમમાં હોય તો ત્યાં કઈંક પણ ન લગાવવું જોઇએ.

પ્રતિમાને ઘરમાં સ્થાપિત કરવા માટે ભગવાનની સૂંઢ દક્ષિણાવર્તી હોવી જોઇએ અને બહાર લગાવવા માટે સૂંઢ વામવર્તમાં હોય તો સારું રહે છે.

ઘરના મંદિરમાં ભગવાનને લાવવા હોય તો બેસેલા ગણપતિની મૂર્તી લાવવી જોઇએ. જોકે, દુકાન અથવા ઓફિસમાં ગણેશજી ઉભા હોય તેવી પ્રતિમા લગાવવી જોઇએ.

જો તમે ભગવાન ગણેશજીને તમારા ઇષ્ટદેવ માનતા હોય તો, ઘરના મંદિરમાં તેમની પ્રતિમાને મધ્યમાં રાખી ઇશાન કોણમાં વિરાજમાન કરો. ભગવાન વિષ્ણુને અગ્નિકોણમાં અને મહાદેવને દક્ષિણ પશ્ચિમ કોણમાં સ્થાપિત કરો.

ભગવાનની પ્રતિમા ક્યારેય આવી દિવાલ પર ન લગાવવી જોઇએ જે બાથરૂમ સાથે જોડાયેલી હોય, આમ કરવાથી જીવનમાં મંગળની જગ્યાએ અમંગળ થવાનું શરૂં થઈ જાય છે.

ગજાનનની એવી પ્રતિમા લઈ આવો જેમાં ગણેશજીના પ્રિય ભોજન મોદક એટલે કે લાડુ હોય અને તેમની સવારી ઉંદર પણ તેમની સાથે હોય.