lord krishna has done Shiv Aradhana, know why
  • Home
  • Astrology
  • કૃષ્ણે કરી હતી શિવજીની ઉપાસના, જાણો શું હતું કારણ

કૃષ્ણે કરી હતી શિવજીની ઉપાસના, જાણો શું હતું કારણ

 | 7:26 pm IST

કહેવાય છે કે દેવાધીદેવ મહાદેવની આરાધના માત્ર મનુષ્યો જ નહિં પણ દેવો પણ કરતાં આવ્યા છે. જગદગુરુ શ્રીકૃષ્ણ પણ શિવજીના પરમ ભક્ત હતાં. તેમનું માનવું હતું કે કોઇપણ વિકટ પરિસ્થિતિનું નિરાકરણ માત્ર શિવ નામ જ છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પણ શિવ ઉપાસના કરી હતી. જાણો તે પાછળ શું કારણ હતું જવાબદાર…

એક સમયની વાત છે જ્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુનનો પરાજય થતો જોવા મળ્યો. અથાગ પ્રયત્ન કરવા છતાં સ્થિતિમાં સુધારો ન થયો. ત્યારે ભગવાન કૃષ્ણને શિવજીનું સ્મરણ થયું. તેમણે શિવજીને પ્રાર્થના કરી અને અર્જુનને પણ  ભીષ્મ પિતામહથી બચવા શિવ નામ સ્મરણ કરવા કહ્યું. તે પછી અર્જુને ભગવાન શિવની આરાધના કરી. શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કર્યો. શિવજીના આશીર્વાદ માંગ્યા. તે પછી શિવજીએ તેમને ઉગાર્યા.

આમ કૃષ્ણ ભગવાન પણ શિવજીના ઉપાસક હતા. તેમણે શિવ કૃપાથી મહાભારતના યુદ્ધમાં અર્જુનની હાર થતી અટકાવી હતી.
શ્રાવણમાં બારેય જ્યોતિર્લિંગના નામનું સ્મરણ કરવું. મહિમ્ન કરવો. શિવપંચાક્ષર મંત્ર કરવો. અભિષેક કરવો. શિવ તાંડવ સ્તોત્ર જો સારા ઉચ્ચાર કરતાં આવડે તો કરવો.

બાર જ્યોતિર્લિંગના નામ

સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનં
ઉજ્જૈન્યં મહાકાલં ઓમકારં મમલેશ્વરં
પરલ્યા વૈદ્યનાથ ચ ડાકીન્યામ્ ભીમશંકરમ્
સેતુબંધે તું રામેશં નાગેશં દારુકાવને
વારાણ્યસ્યાં તુ વિશ્વેશ્વમ્  ત્ર્યંબકમ ગૌતમીતટે
હિમાલયે તુ કેદારમ્ ઘૃષ્શેશ્વમ્ ચ શિવાલયે.

આ મંત્રનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે. તેના જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. શિવપંચાક્ષર સ્તોત્ર બોલવો આમ કરવાથી કલ્યાણ થાય છે.