જ્યારે પરશુરામે પોતાની માતાની જ કરી હતી હત્યા, જાણો કેટલીક રસપ્રદ વાતો - Sandesh
  • Home
  • Astrology
  • જ્યારે પરશુરામે પોતાની માતાની જ કરી હતી હત્યા, જાણો કેટલીક રસપ્રદ વાતો

જ્યારે પરશુરામે પોતાની માતાની જ કરી હતી હત્યા, જાણો કેટલીક રસપ્રદ વાતો

 | 4:17 pm IST

ભગવાન પરશુરામનો જન્મ વૈશાખ મહિનાની શુક્લ તૃતીયાએ થયો હતો. આ દિવસે અખાત્રીજે ઉજવણી કરવામાં આવે છે. અખાત્રિજના દિવસે જન્મ લેવાના કારણે પરશુરામની શક્તિનો ક્ષય થતો નથી. કળિયુગમાં આજે પણ ભગવાન પરશુરામ જીવિત છે. આ વખતે પરશુરામ જયંતિ 18 એપ્રિલે છે માટે આવો જાણીએ છે તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો.

પરશુરામ ભગવાન વિષ્ણુના છટ્ઠા અવતાર હતા. મહર્ષિ વેદવ્યાસ, અશ્વત્થામા, રાજા બલિ, શ્રી હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, ઋષિ માર્કંડેય સહિત તે આઠ અમર પાત્રોમાં થાય છે જેમને કળિયુગ સુધી અમર માનવામાં આવે છે.

પરશુરામ ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકરનાં સંયુકત અવતાર માનવામાં આવે છે. પરશુરામનાં બાળપણનું નામ રામ પણ માનવામાં આવે છે. તેમના પિતા તેમને રામ કહીને સંબોધતા હતાં. તેમના ચાર ભાઇ પણ હતાં.

પરશુરામે તેમના પિતાની મોત અને માતાના અપમાનનો બદલો લેવા માટે આ ધરતી પરથી હૈહય વંશના ક્ષત્રિયોના 21 વખત નરસંહાર કર્યુ હતું. પરશુરામ બ્રાહ્મણનાં કુળમાં જન્મેલા પરંતુ તેઓ કર્મે ક્ષત્રિય હતાં. તેમના ક્રોધથી મનુષ્ય, દેવતા અને તમામ રાક્ષસ ડરતા હતાં. પરશુરામ ત્રેતા યુગ અને દ્વાપરયુગ બંન્નેમાં હતાં.

પરશુરામ પોતાના માતા-પિતાના આજ્ઞાકારી સંતાન હતાં. એકવાર પિતાનાં આદેશનું પાલન કરવા માટે તેમને પોતાની માતાનું માથું વાઢી નાંખ્યુ હતું. જોકે બાદમાં વિનંતિ કરીને માતાને ફરીથી જીવિત કરવાનું વરદાન પણ પ્રાપ્ત કર્યુ હતું.