શ્રાવણ માસના પ્રથમથી શરૂ કરો કોઈપણ એક ઉપાય, 30 દિવસમાં મનોકામના થશે પૂર્ણ - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણ માસના પ્રથમથી શરૂ કરો કોઈપણ એક ઉપાય, 30 દિવસમાં મનોકામના થશે પૂર્ણ

શ્રાવણ માસના પ્રથમથી શરૂ કરો કોઈપણ એક ઉપાય, 30 દિવસમાં મનોકામના થશે પૂર્ણ

 | 1:54 pm IST

શ્રાવણ માસ આવતી કાલથી શરૂ થઈ રહ્યો છે. શિવભક્તોના ઘોડાપૂર આવતી કાલથી શિવ મંદિરોમાં જોવા મળશે. આ વર્ષનો શ્રાવણ માસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં જો તમારી મનની ઈચ્છા પૂર્ણ કરવી હોય તો તેના માટે આવતી કાલથી આ ખાસ ઉપાય અમલમાં મુકવાની શરૂઆત કરી દો. આ ઉપાય કરવામાં વધારે સમય આપવો પડતો નથી, તેથી તેને તમે તમારી વ્યસ્ત દિનચર્યા દરમિયાન પણ અમલમાં મુકી શકો છો. તો જાણી લો કયા કયા છે આ ઉપાય અને એકત્ર કરી લો તેના માટેની જરૂરી સામગ્રીઓ.

1. શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ રોજ 21 બીલીપત્ર શિવલિંગ પર ચઢાવવા. આ દરેક બીલીપત્રના પાંદડા પર ચંદનથી ॐ નમ: શિવાય અચૂક લખવું. આ ઉપાય કોઈપણ મનોકામના પૂર્ણ કરી શકે છે.

2. જો લગ્ન સંબંધિત સમસ્યા સતાવી રહી હોય તો શિવલિંગનો અભિષેક કેસરવાળા દૂધથી કરવો. 30 દિવસમાં તમારા જીવનમાંથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.

3. જો ઉપરોક્ત ઉપાય કરવા શક્ય ન હોય તો શ્રાવણ માસ દરમિયાન રોજ ભગવાનનો જળાભિષેક કરી અને ગરીબોને ભોજન કરાવવું. ઘરમાં અન્નની ખોટ નહીં રહે.