શ્રાવણ માસ પૂર્ણ થાય તે પહેલાં ઘરે લાવો આ વસ્તુઓ, શિવકૃપાથી દૂર થશે સમસ્યાઓ - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણ માસ પૂર્ણ થાય તે પહેલાં ઘરે લાવો આ વસ્તુઓ, શિવકૃપાથી દૂર થશે સમસ્યાઓ

શ્રાવણ માસ પૂર્ણ થાય તે પહેલાં ઘરે લાવો આ વસ્તુઓ, શિવકૃપાથી દૂર થશે સમસ્યાઓ

 | 10:08 am IST

શ્રાવણ માસ મહાદેવનો પ્રિય માસ છે. આ માસમાં શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટે છે. કારણ કે આ માસમાં શ્રદ્ધા અને ભક્તિથી મહાદેવની પૂજા કરનાર પર તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને તેમની દરેક મનોકામના પણ પૂર્ણ કરે છે.

– રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે. શાસ્ત્રોમાં કરાયેલા વર્ણન અનુસાર ધરતી પર જે જગ્યાઓ પર શિવજીના આંસુ પડ્યા હતા ત્યાં ત્યાં રુદ્રાક્ષ ઉત્પન્ન થયા. આ રુદ્રાક્ષનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. મંત્રજાપ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવામાં આવે છે. રુદ્રાક્ષ અલગ અલગ પ્રકારના હોય છે. તેનું મહત્વ પણ અલગ હોય છે. આ ચમત્કારી રુદ્રાક્ષ જો તમારા ઘરમાં ન હોય તો શ્રાવણ માસ પૂર્ણ થાય તે પહેલાં જ એક રુદ્રાક્ષ લાવી ઘરના મુખ્ય વ્યક્તિના રૂમમાં રાખી દેવો.

– ભસ્મ શિવનો શ્રૃંગાર છે. ભગવાન શિવને ભસ્મ પ્રિય હોવાથી જ અઘોરી સાધુઓ શરીર પર વસ્ત્ર પહેરવાને બદલે ભસ્મ લગાવે છે. ભસ્મને તેઓ શિવજીનો આશીર્વાદ માને છે. શ્રાવણ માસમાં શિવજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો તેમની પૂજામાં ભસ્મનો ઉપયોગ અચૂક કરવો અને ઘરે પણ મંદિરમાં ભસ્મ જરૂરથી રાખવી.

– ભગવાન શંકરે ગંગાજીને પોતાની જટાઓમાં સ્થાન આપ્યું છે. તેથી શિવજીની પૂજામાં ગંગાજળનું ઘણું મહત્વ રહેલું છે. ઘરમાં ગંગાજળ પણ શ્રાવણ માસમાં લાવશો તો શિવકૃપાના પાત્ર બનશો. ગંગાજળ લાવી અને ઘરના રસોડામાં રાખવું. ખાસ ધ્યાન રાખવું કે ગંગાજળ તાંબાના પાત્રમાં રાખેલું હોય.

– ત્રિશૂલને ભગવાન શિવનું શસ્ત્ર માનવામાં આવે છે, જો આપ ત્રિશૂલને ઘરમાં લાવીને મૂકશો તો તે ઘરમાં પ્રવેશી રહેલી ખરાબ શક્તિઓનો સર્વનાશ કરશે. આપ ચાંદી અથવા તાંબાનું ત્રિશૂલ ઘરના હોલમાં રાખી શકો છો.

– પાણીથી ભરેલો તાંબાનો લોટો ઘર માટે શુભ સાબિત થાય છે. આ કળશને ઘરમાં એવી જગ્યાએ મૂકો જ્યાં ઘરના સભ્યો સૌથી વધુ સમય પસાર કરતાં હોય. આમ કરવાથી ઘરમાંથી ક્લેશ દૂર થશે અને પરસ્પર પ્રેમ વધશે.

– ડમરું પણ શિવજીની પ્રિય વસ્તુઓમાંથી એક છે. માનવામાં આવે છે કે ભગવાન શિવનું આ ડમરુંના અવાજથી નકારાત્મકતા દૂર થાય છે. આ ડમરું ઘરે લાવી અને બાળકોના રૂમમાં રાખી દેવું. જેથી તેઓને કોઈપણ પ્રકારનો ભય સતાવશે નથી.

– શ્રાવણ માસમાં ઘરે ચાંદી અથવા તાંબાથી બનેલા નંદી લાવી અને તિજોરીમાં મૂકવા.

– શ્રાવણ માસ દરમિયાન જો આપ શિવજીની કૃપા મેળવવાની ઈચ્છા રાખો છો તો ચાંદીનો બનેલો નાગ લાવી અને ઘરના મુખ્ય દરવાજાની પાસે રાખી દેવો. આમ કરવાથી અગત્યના કામમાં આવતાં અવરોધ દૂર થઈ જશે.