આ ત્રણ રાશિના લોકોને ભગવાન શિવ આપે છે ખુલ્લા હાથે લાભ - Sandesh
  • Home
  • Astrology
  • આ ત્રણ રાશિના લોકોને ભગવાન શિવ આપે છે ખુલ્લા હાથે લાભ

આ ત્રણ રાશિના લોકોને ભગવાન શિવ આપે છે ખુલ્લા હાથે લાભ

 | 11:55 am IST

તમામ રાશિઓમાં કેટલીક એવી રાશિઓ હોય છે, જેના પર ભગવાન શંકર પોતાની વિશેષ કૃપા રાખે છે. આવો જાણીએ ભગવાન શિવની સૌથી પ્રિય રાશિ કઇ છે.

વૃષભ રાશિ- આ રાશિના જાતકોનો મંગળ ખુબ જ સારો હોય છે. વૃષભ રાશિના લોકો ભગવાન શિવનાં સ્વરૂપનાં ખુબ જ નજીક હોય છે. આ રાશિના લોકો દુખમા હોય કે સુખમાં હંમેશા ભગવાન શિવના જાપ કરતા રહે છે માટે ભગવાન શિવ હંમેશા તેમની મનોકામના પૂર્ણ કરતા રહે છે. આ રાશિના લોકોએ દર સોમવારે ભગવાન શિવનાં મંદિરે જઇ શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો જોઇએ.

કર્ક રાશિ- વૃષભ રાશિ બાદ કર્ક રાશિવાળા લોકો પર ભગવાન શિવ ખુબ જ મહેરબાન રહે છે. આ રાશિના લોકો ભગવાન શઇવની ભક્તિમાં હંમેશા મગ્ન રહે છે. આ રાશિનાં લોકો ભગવાન શિવનું કોઇ પણ તીર્થ અને ઉપવાસ રાખવાનું ટાળતા નથી. ભગવાન શિવ આ રાશિના લોકો પર હંમેશા પોતાની કૃપા બનાવીને રાખે છે.

મકર રાશિ- આ રાશિનાં જાતક ભગવાન શિવનાં ખુબ જ નજીક હોય છે. આ રાશિના જાતકોનએ આવનારી મુશ્કેલીઓનો અંત ભગવાન શિવ પોતે કરે છે. જીવનનાં કોઇ પણ ઉતારચઢાવમાં તેઓ ભગવાન શિવનું નામ લેવાનું નથી ભૂલતા. માટે ભગવાન શિવ આ રાશિ પર પોતાની કૃપા વરસાવે છે. સોમવારનાં દિવસે દૂધ ચઢાવવાથી આ રાશિના જાતકોને ખુબ જ વધુ ફાયદો થાય છે.