Lord Shiva in Palkhiyatra at Somnath
  • Home
  • Astrology
  • સોમનાથ: પાલખીયાત્રામાં ભગવાન ભોળાનાથ નગરચર્યાએ, હર હર મહાદેવનો થયો ગગનચુંબી નાદ

સોમનાથ: પાલખીયાત્રામાં ભગવાન ભોળાનાથ નગરચર્યાએ, હર હર મહાદેવનો થયો ગગનચુંબી નાદ

 | 2:43 pm IST

આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે દેવાધિદેવ ભગવાન સોમનાથના ચરણોમાં શીશ ઝુકાવવાની સાથે મહાદેવની પાલખીયાત્રાનો લ્‍હાવો લેવા શિવભક્તોમાં પડાપડી સાથે અનેરી આસ્થા જોવા મળી હતી.પાલખીયાત્રામાં ભગવાન ભોળાનાથ નગરચર્યાએ નિકળેલ ત્‍યારે તેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા હતા.

શ્રાવણ માસના સોમવારે શિવની અરાઘનાનું વિશેષ મહત્‍વ હોય છે. સોમવારના દિવસે મોટી સંખ્‍યામાં ભાવિકો શિવની પૂજા-અર્ચના કરે છે.ત્‍યારે અરબી સમુદ્રકાંઠે બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્‍ટ દ્રારા અગાઉ વર્ષમાં એક જ મહાશિવરાત્રીના દિવસે શિવજીની પાલીખીયાત્રા કાઢવામાં આવતી હતી.પરંતુ છેલ્‍લા થોડા વર્ષથી શ્રાવણ માસના દર સોમવારે શિવજીની પાલીખીયાત્રા કાઢવામાં આવે છે.

પાલખીયાત્રામાં જોડવવા શિવભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળે છે.આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે યાત્રાઘામ સોમનાથમાં દુર દુરથી ભાવિકો પહોંચી ગયા છે. ભાવિકો મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યાં છે. આજની ખાસ શિવજીની પાલીખીયાત્રા મંત્રોચ્‍ચાર કર્યા બાદ નગરચર્યાએ મંદિર બહાર પરીસરમાં ફરી હતી.

પાલખીયાત્રામાં મોટીસંખ્‍યામાં શિવભક્તો હર હર મહાદેવ, જય સોમનાથના ગગનચુંબી નાદ સાથે આસ્‍થાભેર જોડયા છે.પાલખીયાત્રના દર્શનની એક ઝલક મેળવવા ભક્તો પડા પડી કરતા નજરે પડે છે.પાલીખીયાત્રામાં શિવજી સ્‍વયં સામે ચાલીને ભક્તોને આર્શીવાદ આપવા નગરચર્યાએ નિકળતા હોવાથી તેનું વિશેષ મહત્‍વ ભાવિકોમાં રહેલુ છે.