Vishnudev gave curse to Laxmiji, It abandoned by lord Shiva
  • Home
  • Astrology
  • વિષ્ણુ ભગવાને લક્ષ્મીને આપી દીધો હતો શ્રાપ, શિવજીની તપસ્યાથી થયો હતો છૂટકારો

વિષ્ણુ ભગવાને લક્ષ્મીને આપી દીધો હતો શ્રાપ, શિવજીની તપસ્યાથી થયો હતો છૂટકારો

 | 6:09 pm IST

કર્મનું ફળ આપવામાં ભગવાન ક્યારેય પાછુ વાળીને જોતા નથી. પછી ભલેને તેમની પોતાની અતિ નજીકના પોતાના અર્ધાંગિની કેમ ન હોય આવી જ એક ઘટનામાં ભગવાન વિષ્ણુએ પોતાના પ્રાણ સમા વહાલા લક્ષ્મીજીને શ્રાપ આપી દીધો હતો. જેને પરિણામે તેમનો ભૂલોકમાં અશ્વ યોનિમાં જન્મ થયો હતો. ભગવાનની દરેક લીલામાં કોઈ રહસ્ય હોય છે. પણ તેનો પાર પામવો મુશ્કેલ હોય છે.

વિષ્ણુ ભગવાને આપેલા શ્રાપથી લક્ષ્મી દેવીને ઘણું જ દુઃખ લાગ્યું.  તેમની પ્રાર્થના બાદ વિષ્ણુએ કહ્યુ દેવી, મારુ વચન ખાલી ન જઈ શકે. કેટલોક સમય તમે અશ્વ યોનિમાં રહેશો. ત્યાર બાદ મારા જેવો એક પુત્ર ઉત્પન્ન થશે. તે સમયે  તમને શ્રાપમાંથી મુક્તિ મળશે. અને પછી તમે મારી પાસે આવી જશો. ભગવાનના શ્રાપથી દેવી લક્ષ્મીએ ભૂલોકમાં અશ્વયોનિમાં જન્મ લીધો. કાલિન્દી અને તમસાના સંગમ ઉપર ભગવાન શિવશંકરની આરાધના કરવા લાગ્યા. તેઓ એક હજાર વર્ષો સુધી ભગવાન સદાશિવનું ધ્યાન કરતા રહ્યા.

તેમની તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા. તેમણે વૃષભ ઉપર આરુઢ થઈને માતા પાર્વતી સાથે દર્શન આપ્યા. શિવજીએ કહ્યું. દેવી આપ તો જગતની માતા છો, વિષ્ણુની પરમપ્રિયા છો. આપ તમામજીવોને મુક્તિ અપાવનાર ભગવાન વિષ્ણુની આરાધનાને છોડી મને કેમ ભજી રહ્યા છો. વેદોનું કથન છે કે દેવીઓએ સદાય તેમના પતિની જ ઉપાસના કરવી જાઈએ. તેના માટે પતિથી વિશેષ કોઈ દેવ નથી.

શિવની વાત સાંભળી દેવી લક્ષ્મી બોલ્યા,  તેમના પતિ વિષ્ણુએ આપેલા શ્રાપને કારણે જ તેઓ મહાદેવને ભજી રહ્યા છે. સાથે તેમણે કહ્યું કે આ શ્રાપ પુત્ર જન્મ બાદ જ દૂર થશે. પરંતુ અત્યારે હુ મારા પતિના સાનિધ્યમાં નથી, તે વૈકુંઠમાં નિવાસ કરે છે. આપની ઉપાસના મેં એટલે કરી છે કે આપમાં અને શ્રી હરિમાં કોઈ ભેદ નથી.

ફક્ત રુપનો ભેદ છે. હુ આપને પ્રાર્થના કરુ છું કે મારુ આ દુઃખ દૂર કરો. લક્ષ્મીજીની આ વાત સાંભળીને મહાદેવ પ્રસન્ન થયા. તેમણે વિષ્ણુ ભગવાનને આ બાબતે પ્રાર્થના કરવાનું વચન આપ્યું. સાથોસાથ દેવી લક્ષ્મીજીને પરાક્રમી પુત્ર પ્રાપ્ત કરવાનું વરદાન પણ આપ્યું. ત્યારબાદ તેઓ પાર્વતી સાથે કૈલાશ ચાલ્યા ગયા. તેમણે બુદ્ધિશાળી ચિત્રગુપ્તને દૂત બનાવી વૈકુંઠ મોકલ્યો. શિવનો સંદેશ મેળવી અને લક્ષ્મીની સ્થિતિ જાણી ભગવાન વિષ્ણુ અશ્વનું રુપ ધારણ કરી લક્ષ્મી પાસે ગયા.

કાલાંતરમાં દેવી લક્ષ્મીજીએ ધોડી સ્વરૂપે એકવીર નામના પુત્રને જન્મ આપ્યો. તેમાંથી હયહય વંશની ઉત્પત્તિ થઈ. લક્ષ્મીજીનો શ્રાપ સમાપ્ત થયો. તેઓ ભગવાન વિષ્ણુ સાથે વૈકુંઠ ગયા. આમ દેવી લક્ષ્મીજીને શિવ આરાધના થકી સારા ફળની પ્રાપ્તિ થઈ.