લોસ એન્જલસ ટ્રાફિકજામના મુદ્દે દુનિયાનું સૌથી ખરાબ શહેર - Sandesh
NIFTY 10,328.40 -31.75  |  SENSEX 33,563.77 +-121.77  |  USD 64.8900 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • લોસ એન્જલસ ટ્રાફિકજામના મુદ્દે દુનિયાનું સૌથી ખરાબ શહેર

લોસ એન્જલસ ટ્રાફિકજામના મુદ્દે દુનિયાનું સૌથી ખરાબ શહેર

 | 4:45 am IST

જો એવું વિચારતા હોવ કે સૌથી ખરાબ ટ્રાફિક દિલ્હી તથા મુંબઈમાં છે તો ખોટું વિચારો છો. દેશના ૩૮ દેશના ૧,૩૬૦ શહેરમાં કરવામાં આવેલા સરવેમાં સૌથી ખરાબ પરિવહન વ્યવસ્થા ધરાવતા શહેરમાં ભારતના એક શહેરનું નામ નથી. આ યાદીમાં સૌથી પહેલાં નંબરે અમેરિકાનું લોસ એન્જલસ સિટી છે. જ્યાં સૌથી વધારે ટ્રાફિકના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે.  આ યાદીમાં લોસ એન્જલસ બાદ મોસ્કો, ન્યૂયોર્ક, સાઉ પાઉલો, સાન ફ્રાન્સિસ્કો, બોગોટા અને લંડનનું નામ આવે છે. દુનિયાભરના મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો બેહાલ છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન આ સમસ્યામાં વધારો થાય છે. આ કારણોસર ટ્રાફિકના લીધે સમય અને મોટી રકમનો વ્યય થાય છે. આ મામલે લોસ એન્જલસનું નામ સૌથી આગળ છે. આ સિટીમાં પિક અવર્સ દરમિયાન ડ્રાઇવર વર્ષના ૧૦૨ કલાક સમય ટ્રાફિકમાં અટવાઇને બરબાદ કરે છે. છેલ્લા છ વર્ષમાં લોસ એન્જલસે ટ્રાફિકજામના મુદ્દે પોતાનો પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે.

પૈસાનો વ્યય 

પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામમાં અટવાતા ૨.૫ બિલિયન ડોલરનુ નુકસાન થાય છે. એક ડ્રાઇવરની દૃષ્ટિએ જોઈએ તો આ નુકસાન ૨,૮૨૮ ડોલરનું થાય છે. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પણ વર્ષ ૨૦૧૭માં ટ્રાફિકજામથી પરિસ્થિતિ ખરાબ બની હતી. આ યાદીમાં જકાર્તા બારમા સ્થાને છે. જ્યારે અગાઉ વર્ષ ૨૦૧૬માં તે ૨૨માં ક્રમાંકે હતું. ટ્રાફિકના સ્કોરમાં જકાર્તા, બેંગકોકથી એક રેન્ક નીચે અને વોશિંગ્ટનમાં એક રેન્ક ઉપર છે. ટ્રાફિકજામથી જકાર્તામાં અરબો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે.

દેશને પણ રેકિંગ આપવામાં આવ્યું 

ટ્રાફિકની દૃષ્ટિએ સૌથી વધારે કંજસ્ટેડ દેશમાં થાઇલેન્ડ પ્રથમ ક્રમે છે. અહીં ડ્રાઇવર ટ્રાફિક જામમાં ૫૬ કલાકનો સમય બગાડે છે. ઇન્ડોનેશિયા અને કોલંબિયામાં આ યાદીમાં બીજા અને ત્રીજા ક્રમે છે. જ્યારે વિકસિત દેશમાં અમેરિકા અને રશિયા જેવા ટોચના દેશનો સમાવેશ થાય છે.

કેટલાં શહેરમાં કેટલી કાર? 

ટ્રાફિકની વધતી સમસ્યાઓ પાછળ કારની સતત વધતી સંખ્યા જવાબદાર છે. લોસ એન્જલસની વસતી આશરે ૧ કરોડ છે અને શહેરમાં ૭૮ લાખ કાર હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આંકડાઓને ધ્યાનમાં લઈને લગભગ દરેક વ્યક્તિ પાસે કાર છે, તેથી રસ્તા પર ગાડીઓની સંખ્યા વધે છે, આમ ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવે છે.

શહેરનું નામ            દેશ             વસતી          કારની સંખ્યા 

લોસ એન્જલસ          અમેરિકા        ૧૦ મિલિયન   ૭.૮ મિલિયન

ટોકિયો                 જાપાન         ૯.૩ મિલિયન   ૪.૯ મિલિયન

ન્યૂયોર્ક સિટી            અમેરિકા        ૮.૫ મિલિયન   ૩.૬ મિલિયન

લંડન                   યુકે             ૮.૬ મિલિયન   ૨.૬ મિલિયન

સિંગાપુર                સિંગાપુર        ૫.૬ મિલિયન   ૦.૬ મિલિયન

ટ્રાફિકના મામલે સૌથી સઘન શહેર 

શહેરનું નામ            દેશ             ટ્રાફિકજામથી સમયનો વ્યય (વાર્ષિક)

લોસ એન્જલસ          અમેરિકા        ૧૦૨ કલાક

મોસ્કો                  રશિયા          ૯૧ કલાક

ન્યૂયોર્ક સિટી            અમેરિકા        ૯૧ કલાક

સાઓપોલો              બ્રાઝિલ         ૮૬ કલાક

સાન ફ્રાન્સિસ્કો          અમેરિકા        ૭૯ કલાક

બોગોટા                 કોલંબિયા       ૭૫ કલાક

લંડન                   યુકે             ૭૪ કલાક

એટલાન્ટા              અમેરિકા        ૭૦ કલાક

પેરિસ                  ફ્રાન્સ           ૬૯ કલાક

મિયામી                 અમેરિકા        ૬૪ કલાક