નોટબંધી પછી દેશવાસીઓની કુલ સંપત્તિમાં રૂ. ચાર ખરબનું ધોવાણ - Sandesh
  • Home
  • Business
  • નોટબંધી પછી દેશવાસીઓની કુલ સંપત્તિમાં રૂ. ચાર ખરબનું ધોવાણ

નોટબંધી પછી દેશવાસીઓની કુલ સંપત્તિમાં રૂ. ચાર ખરબનું ધોવાણ

 | 7:54 pm IST

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના અહેવાલ હાઉસહોલ્ડ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો પાછી ખેંચી લેવાની અસર વર્તાય છે.

સપ્ટેમ્બર 2016માં ગ્રોસ ફાઈનાન્શિયલ એસેટ્સનું મુલ્ય રૂ. 141 ટ્રિલિયન હતું અન ડિસેમ્બર 2016 સુધી તેમાં રૂપિયા ચાર ટ્રિલિયનનું ધોવાણ થયું છે અને આ આંક રૂ. 137 ટ્રિલિયને પહોંચી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બર 2016એ નોટબંધીની જાહેરાત કરી હતી.

અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ સાથે હાઉસહોલ્ડ ફાઈનાન્શિયલ એસેટ્સ આઉટસોર્સિંગ અમાઉન્ટમાં પણ છ ટકા સુધીનો ઘટાડો થયો છે. 2017ના અંતિમ ત્રિ-માસિક ગાળામાં પણ આ આંક સપ્ટેમ્બર 2016 કરતાં ખુબ જ નીચો રહ્યો છે. જોકે નોટબંધી પછી ભારતીયોમાં બચતને બદલે રોકાણ વૃત્તિમાં વધારો જોવા મળ્યો છે.