Lota Race in bhopal Against Open Defecation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: વહુઓની આબરૂ બચાવવા વૃદ્ધ સાસુઓ મેદાનમાં, લગાવી ‘લોટા રેસ’

VIDEO: વહુઓની આબરૂ બચાવવા વૃદ્ધ સાસુઓ મેદાનમાં, લગાવી ‘લોટા રેસ’

 | 7:05 pm IST
  • Share

  • વહુઓને ખુલ્લામાં શૌચ જતી રોકવા સાસુઓનું અનોખુ કામ
  • હાથમાં પાણીનો લોટો લઈને લગાવી રેસ
  • વહુઓએ પણ ખુલ્લામાં શૌચ ના જવાનો સંકલ્પ લીધો

ખુલ્લામાં શૌચની સમસ્યા આપણા દેશની ગંભીર સમસ્યાઓ પૈકીની એક છે. આજે પણ ગામડાની મહિલાઓને શૌચ માટે ખુલ્લામાં જવું પડે છે. એવામાં મધ્ય પ્રદેશના ભોપાલ જિલ્લામાં એક અનોખી રેસનું આયોજન કરવામાં આવ્યું. જેને “લોટા રેસ”નું નામ આપવામાં આવ્યું.

ભોપાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીંના ફંદા ગામમાં “લોટા રેસ”નું આયોજન કરવામાં આવ્યું. જેમાં 20 સાસુઓએ ભાગ લીધો અને વહુઓ માટે લોટામાં પાણી ભરીને રેસ લગાવી હતી. આ રેસ હવે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.


 

હકીકતમાં આ રેસના આયોજનનો મુખ્ય હેતુ ખુલ્લામાં શૌચ વિરુદ્ધ લોકોમાં જાગૃક્તા ફેલાવવાનો હતો. આ અનોખી રેસમાં ભાગ લેનારા એક સાસુએ જણાવ્યું કે, આ રેસ થકી તેઓ પોતાની વહુઓને આગ્રહ કરે છે કે, તેઓ ખુલ્લામાં શૌચ માટે ના જાય, કારણ કે હવે ઘરમાં જ ટૉઈલેટ છે.

આ રેસમાં રાધા પ્રજાપતિ, મંજૂ પ્રજાપતિ અને અર્પિતા પ્રજાપતિ જીત્યા હતા. જે અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને રહ્યાં. તેમની પુત્રવધુઓએ માળા પહેરાવીને તેમને શુભેચ્છા પાઠવી. જ્યારે વહુઓએ ખુલ્લામાં શૌચ માટે ના જવાના સંકલ્પ લીધા.

આ રેસમાં સામેલ થનારી તમામ સાસુઓનો હુત પોતાની વહુઓને ખુલ્લામાં શૌચ માટે જતા રોકવાનો હતો. આ રેસમાં સાસુએ પાણીથી ભરેલો લોટો લઈને લગભગ 100 મીટર સુધીની રેસ લગાવવાની હતી અને અંતમાં વહુની નજીક જઈને પાણીથી ભરેલો લોટો ફેંકી દેવાનો હતો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ ચૂકેલા ગામોમાં જાગૃક્તા લાવવાનો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો