મોટેથી બોલનાર વ્યક્તિ સાંભળવામાં માનતી નથી ! - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • મોટેથી બોલનાર વ્યક્તિ સાંભળવામાં માનતી નથી !

મોટેથી બોલનાર વ્યક્તિ સાંભળવામાં માનતી નથી !

 | 3:11 am IST

જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર વગેરે શાસ્ત્રની જેમ સામુદ્રિક શાસ્ત્ર પણ હિન્દુ શાસ્ત્રોનું એક મહત્ત્વનું શાસ્ત્ર છે, જે વ્યક્તિના દેખાવ, આંખો, કાન, નાક, હાથ-પગ, ગરદન, અવાજ વગેરે દ્વારા તે વ્યક્તિનું વ્યક્તિત્વ જાણી શકાય છે. સામુદ્રિક શાસ્ત્રના આધારે આવો જાણીએ વ્યક્તિની બોલવાની રીત પરથી તેનું વ્યક્તિત્વ

મોટેથી બોલનાર

મોટા અવાજે બોલનારા લોકો હંમેશાં ઇચ્છતા હોય છે, બીજા લોકો તેની તરફ ધ્યાન આપે અને તે બીજાને પોતાની તરફ આકર્ષવા માટે જ મોટેથી બોલતા હોય છે. તેઓ પાસે કોઇપણ વિષયમાં પૂરતંુ જ્ઞાાન હોતંુ નથી, પરંતુ તેઓ પોતાના અધૂરા જ્ઞાાનને હંમેશાં બીજા આગળ પોતાનું જ્ઞાાન આપવામાં રસ ધરાવે છે. આ વ્યક્તિ પોતાની વાત બધાને કહેવામાં માને છે, પરંતુ તેઓ કોઇની વાત સાંભળવામાં રસ ધરાવતા જ નથી.

ઝડપી બોલનારા

ઝડપી બોલનાર વ્યક્તિને ઘણી વખત પોતાને પણ ખબર નથી હોતી કે તેઓ પોતે શું બોલી રહ્યા છે. આ વ્યક્તિઓ કોઇ વાત છુપાવી પણ શક્તા નથી અને કોઇ વાત સ્પષ્ટ રીતે બોલી શક્તા પણ નથી.

કર્કશ અવાજ

ઘણી વ્યક્તિ બોલે તો તેઓનો અવાજ કર્કશ લાગે છે, તેના અવાજમાં સ્વાર્થ સમાયેલો હોય તેવું લાગે છે. આ વ્યક્તિઓ ઝઘડાળું સ્વભાવના હોય છે, આ લોકોનું કોઇપણ પ્રકારનું લક્ષ્ય હોતું નથી.

ગુસ્સેથી બોલનાર

ઘણા લોકોને બોલનારનો અંદાજ જ સિંહ જેવો હોય છે, તેઓ બોલતાં પહેલા વિચાર કરનારા હોય છે, તેઓ વિદ્વાન, જ્ઞાાની, મનન કરનારા, લોકપ્રિય, ગંભીર અને ધીરજ રાખનારા હોય છે.

ધીરેથી બોલનાર

ધીરેથી બોલનાર વ્યક્તિ અજ્ઞાાની, સંકુચિત, કમજોર અને પોતાનું લક્ષ્ય નક્કી ન કરનાર હોય છે.

સંતુલિત બોલનાર

સંતુલિત અવાજ રાખીને બોલનાર વ્યક્તિ પરિવાર માટે જવાબદાર હોતી નથી. આ સમાજસેવા માટે કાર્યથી જોડાયેલા હોય છે. આ વ્યક્તિઓ દરેક કાર્ય વ્યવસ્થિત રીતે કામ કરવું જ પસંદ કરે છે.

સામાન્ય કરતાં પણ ધીમે બોલનાર

સામાન્ય અવાજ કરતાં વધારે ધીમેથી બોલનાર વ્યક્તિઓ અસત્ય, નિંદા, ભ્રમણા, આત્મપ્રશંસા કરનારા વગેરે જેવા અવગુણો ધરાવતા હોય છે.

સામાન્ય કરતાં

થોડું મોટેથી બોલનારા

આ વ્યક્તિ અનુશાસન પ્રિય, નેતૃત્વ સ્થાપવાની ક્ષમતા ધરાવતા હોય છે, પ્રશંસા તેઓની થાય છે. તેઓનું પોતાની જાત પર નિયંત્રણ હોય છે.