Love Affair between Sister in Law And Sister's Husband
  • Home
  • Featured
  • અનૈતિક પ્રેમનો કરૂણ અંજામ, સાયલામાં સાળી-બનેવીનો આપઘાત, 3 દિવસ પહેલાં જ થયા હતા યુવતીના લગ્ન

અનૈતિક પ્રેમનો કરૂણ અંજામ, સાયલામાં સાળી-બનેવીનો આપઘાત, 3 દિવસ પહેલાં જ થયા હતા યુવતીના લગ્ન

 | 10:40 am IST

અનૈતિક અને લગ્નેત્તર સંબંધોનો એક ચોંકાવનારો કિસ્સો સાયલાના વખતપુર ગામેથી સાવે આવ્યો છે. વખતપુરમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં રહેતાં સાળા અને બનેવીએ મંદિરની ઓરડીમાં જંતુનાશક દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનેવીની પત્ની હાલ ગર્ભવતી છે અને તેને બે બાળકો પણ છે. તો સાળીના 3 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા અને ચોથા દિવસે તો તેણે પ્રેમમાં જીવન ટૂંકાવી દીધું હતું.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સાયલાના વખતપર ગામની ધાર પર આવેલ હડકાઈ માતાજીના મંદિરની અવાવરું ઓરડીમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવી હતી. સ્થાનિકોએ આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મંદિરની પાસે રહેલાં બાઈકના આધારે પોલીસે મૃતક યુવાનની ઓળખ કરી લીધી હતી. જે બાદ સામે આવ્યું કે, મૃતક યુવાન અને યુવતી સાળા-બનેવી હતા. અને બંને એકબીજાને અતૂટ પ્રેમ કરતાં હતા.

મૃતક યુવતીનાં 3 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. અને ચોથા દિવસે આવીને તેણે આપઘાત કરી લીધો હતો. મૃતક યુવાન વિક્રમ સાપરા કે જેમની ઉંમર 40 વર્ષ હતી તેમને સંતાનમાં 2 પુત્રીઓ છે અને હાલ તેમના પત્ની ગર્ભવતી છે. બનેવી અને સાળી વચ્ચેના અનૈતિક સંબંધના કરૂણ અંતને કારણે આજે 3 પરિવારોનો માળો વિખેરાયો છે.

આ વીડિયો પણ જુઓઃરિવરફ્રન્ટ ખાતે રોડ શૉ ની પણ તૈયારીઓ નો ધામધમાટ શરુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન