લવસ્ટોરીમાંથી બદલાઇ ગઇ હેટસ્ટોરીમાં અને પ્રેમ બની ગયો “કાતિલ ઇશ્ક”

કહેતે હૈ પ્યાર નિંદ કી તરહ હોતા હૈ.
ધીરે ધીરે આતા હૈ ઔર એકદમ સે આપ ઉસમેં ખો જાતે હો.
સુશાંતસિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનો આ ડાયલોગ છે. અને હકીકતમાં પણ સુશાંતે એટલી જ શિદ્દતથી પ્રેમ કર્યો હતો. એ પ્રેમ જેના માટે તેણે સર્વસ્વ આપી દીધું. એ પ્રેમ જે છેવટે લવસ્ટોરીમાંથી હેટસ્ટોરી બની ગયો. એ પ્રેમ જે બની ગયો કાતિલ ઇશ્ક.
સુશાંતસિંહ નામ લેતા જ ચહેરા પર એકસાથે સ્મિત અને ઉદાસી બંને તરી આવે. એક ઉમદા કલાકાર, એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિ, એક સપના જોતો વ્યક્તિ, એક દિવસ અચાનક જ દુનિયામાંથી ચાલ્યો ગયો. રહસ્ય બની ગયો. અને છોડી ગયા ઘણા બધા સવાલો. શું તેનું મોત એક આત્મહત્યા હતું ? શું તે કોઇ મર્ડર મિસ્ટ્રી હતું. કે પછી તેનાં મોતનું કારણ હતું કાતિલ ઇશ્ક.
સુશાંતસિંહ રાજપૂતે 14 જૂનનાં રોજ આ ફાની દૂનિયાને અલવિદા કહી દીધું. અને પાછળ છોડતો ગયો અનેક રહસ્યો. પહેલાં આત્મહત્યા. ત્યારબાદ નેપોટિઝમ અને હવે ઉભી થઇ મર્ડર મિસ્ટ્રી. સુશાંતનો જીવ જેમાં વસતો હતો તેના પર જ લાગ્યા આરોપ. શું કોઇ આટલા અખૂટ પ્રેમ બદલ મોત આપી શકે?
સુશાંતસિંહ રાજપૂતનાં મોતને 47 દિવસનો સમય વિત્યો. છતાં આ ચહેરો હજુ લોકોની સ્મૃતિમાં એમનો એમ જ છે. હજુ તેના મોતનાં રહસ્યને લઇને લોકો બેચેન છે. સુશાંતનો પરિવાર અને તેની પ્રેમિકા રિયા સામસામે આવી ગયા છે. તો તપાસ એજન્સીઓમાં પણ ફાંટા પડી ગયા છે. આ બધા વચ્ચે સુશાંતનાં ચાહકોનો સવાલ એ જ છે કે સત્ય ક્યારે સામે આવશે.
સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં લાગણીઓ અને પ્રેમ સાથે રમતનો આરોપ તો લાગ્યો જ છે. સાથે એક મોટો આરોપ લાગ્યો છે સુશાંતસિંહનાં બેંક ખાતામાંથી થયેલા રૂ.15 કરોડની ઉચાપતનો અને સુશાંતસિંહનાં નામે બનાવાયેલી ફ્રોડ કંપનીનો.
સુશાંતસિંહ રાજપૂતનું મોત આત્મહત્યા છે કે હત્યા તે રહસ્ય હજુ ખુલ્યું નથી. પણ બિન્દાસ્ત બોલ માટે જાણીતાં ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે એક ટ્વીટ કરીને કહ્યું છે આ સ્યુસાઇડ નહીં મર્ડર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન