પ્રેમને વ્યક્ત કરવો પણ જરૂરી જ છે - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • પ્રેમને વ્યક્ત કરવો પણ જરૂરી જ છે

પ્રેમને વ્યક્ત કરવો પણ જરૂરી જ છે

 | 1:14 am IST

મારે મનોજને સમજાવું છે, જીવનમાં સમય મહત્ત્વનો હોય છે, સમય સાથે કામ પણ કરવું જોઇએ. પરંતુ તેનો અર્થ એમ નથી કે આપણે ઘડિયાળની જેમ કામ કરવું જોઇએ. આપણે જીવન જીવવાનું છે. અને મારે તેને જીવનમાં નાની-નાની ખુશીઓ અને ભરપૂર પ્રેમ આપવો છે. મનોજને હું એટલો પ્રેમ આપીશ કે અમારા વચ્ચે જે પણ મતભેદ છે તે દૂર થઇ જશે, હવે કાલે મનોજ આવે તેની રાહ જોઉં છું. આમ, મોના ના ઘરે ગયા બાદ ચૈતાલીએ પોતાની જાત સાથે પોતાના સંબંધ વિશે વાતો કરી. પોતાની જ સાથે વાત કરવાથી ઘણી વખત ઘણી બધી સમસ્યા દૂર થઇ જાય છે, અને ઘણા પ્રશ્નોના જવાબ આપણને જાતે જ મળી જાય છે. આજે આમ તો સારુ થયું કે મનોજ ઘરે નથી, તેના કારણે હું કેટલું વિચારતી થઇ અમારા સંબંધ વિશે ?

મનોજની ઘણી બધી આદત મને ગમતી નથી, અને મેં જેઓ વિચાર્યો હતો, તેવો પણ મનોજ નથી. પરંતુ તે મારુ જીવન છે, તેને હું પ્રેમ કરું છું તેની જાણ આજે મને થઇ છે. તેને હું પ્રેમ કરુ છું તે મેં ક્યારેય તેને કહ્યું નથી પણ હવે તેના માટે મારા મનમાં કેટલો પ્રેમ રહેલો છે, તેની જાણ હું તેને ચોક્કસ કરીશ. તે કાલે સાંજે આવવાનો છે, અત્યારે ઘણી રાત થઇ છે. હું સુઇ જઉં કાલે તેના માટે કઇ ખાસ કરીશ. આમ, વિચારોમાં ખોવાયેલી ચૈતાલી શાંતિથી સુઇ ગઇ.

બીજા દિવસે સવારે મનોજનો ફોન હતો કે, તેને ઘરે આવતા રાત થશે. આ વાત સાંભળીને ચૈતાલી દુખી તો થઇ પરંતુ તેની સાથે એક ખુશી હતી કે સવારમાં ઉઠતાની સાથે તેને મનોજનો અવાજ સાંભળવા મળ્યો. આ નાની નાની વાતો જ હતી જેનાથી ચૈતાલીને ખ્યાલ આવ્યો કે તે મનોજને કેટલો પ્રેમ કરે છે. ત્યાર બાદ ચૈતાલી ફ્રેશ થઇ અને ઘરની સાફ સફાઇ કરી, તે ચા નાસ્તો કરીને મનોજ માટે બજારમાં સામાન લેવા ગઇ. તેણે મનોજની પસંદનું ચાઇનિઝ ફૂડ બનાવ્યું હતું. તે મનોજ માટે તેની પસંદગીની વોચ અને વોલેટ લાવી હતી. લાલ ગુલાબનો એક બુકે લીધો. ઘરે આવીને તેણે રસોઇ બનાવી ઘરને સારી રીતે ડેકોરેટ કર્યુ. ડાઇનિંગ ટેબલ સજાવ્યું, અને મનોજને ફોન કર્યો. મનોજને ફોન કરીને તેને કેટલી વાર લાગશે તેમ પૂછયું, મનોજને અડધો કલાકની વાર હતી, ત્યાં સુધી ચૈતાલી તૈયાર થઇ.

મનોજ ઘરે આવ્યો એટલે તેણે જોયું કે ઘર ખુબ જ સુંદર સજાવેલુ છે, તેણે ચૈતાલીને જોઇ તે પણ ખુબ જ સુંદર લાગી રહી હતી. મનોજ થોડી ક્ષણો માટે તેને જોતો જ રહ્યો, ત્યાર બાદ ચૈતાલીએ મનોજને કહ્યું કે, તુ ફ્રેશ થઇ જા, જમી લઇએ, ચૈતાલીએ જમવાનું તૈયાર કર્યુ ત્યાં મનોજ આવ્યો. તેઓ જમ્યા, ત્યાર બાદ ચૈતાલીએ મનોજને ગીફ્ટ અને બુકે આપ્યો. આ જોઇને મનોજ ખુશ થઇ ગયો સાથે ચૈતાલીનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યું ચૈતુ હું ક્યારેય તને કહી નથી શક્યો પણ હું તને ખુબ જ પ્રેમ કરું છું, મને વ્યક્ત કરતા નથી આવડતું પણ તુ મારા માટે બહુ જ ખાસ છે. હું તને ખુબ જ પ્રેમ કરું છું. ચૈતાલી આંખમાં આંસુ સાથે બોલી મને ખબર છે, તમે મને પ્રેમ કરો છો, પણ હું તમને બહુ જ પ્રેમ કરું છું તેનો આજે મને અનુભવ થયો. આપણા વચ્ચે કંઇ પણ થાય આપણે એકબીજાનો સાથ નહીં છોડીએ અને કંઇપણ થશે આપણે એક બીજાને ગમતી ન ગમતી વાત એકબીજાને કહી દઇશું. અને ક્યારેય સાથ નહીં છોડીએ. આમ ચૈતાલી અને મનોજ પોતાના પ્રેમની એકબીજાને જાણ કરીને એક થઇ ગયા.