વિધર્મી યુવકે બે હિન્દુ યુવતીઓ સાથે રંગરેલીયા મનાવ્યા, ભાંડો ફૂટતા એકે ફિનાઈલ પીધું - Sandesh
  • Home
  • Featured
  • વિધર્મી યુવકે બે હિન્દુ યુવતીઓ સાથે રંગરેલીયા મનાવ્યા, ભાંડો ફૂટતા એકે ફિનાઈલ પીધું

વિધર્મી યુવકે બે હિન્દુ યુવતીઓ સાથે રંગરેલીયા મનાવ્યા, ભાંડો ફૂટતા એકે ફિનાઈલ પીધું

 | 9:20 am IST

આજના આધુનિક અને સાંપ્રત યુગમાં લવ જેહાદના કિસ્સોઓમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની નામાંકીત કોલેજની હોસ્ટેલમાં રહીને ઈન્ટરશીપ કરતી અને બીજી ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી બન્ને વિદ્યાર્થીનીઓને આજ કોલેજમાં અભ્યાસ કરતા વિધર્મી યુવકે પ્રેમની મોહજાળમાં ફસાવી બંન્ને યુવતી સાથે રંગરેલીયા મનાવતો હતો. આ બાબતની જાણ ઈન્ટરશીપ કરતી યુવતીને થતા પોતાના રૃમમાં ફીનાઈલ ગટગટાવી હતી. ફીનાલઈ પી આત્મ હત્યાનો પ્રાયાસ કર્યાની જાણ પોલીસને જતા પોલીસ હોસ્પીટલે દોડી ગઈ હતી પરંતુ કોલેજ અને હોસ્ટેલના વટાણા વેરાઈ ન જાય તે માટે ઘી ના ઠામમાં ઘી ઢોળી કશુ બન્યુ જ નથી તેમ વાતને રફે દફે કરી દીધાના બનાને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી મુકયો છે.

સુરેન્દ્રનગર શહેર શૈક્ષણિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓમાં પશ્વિમી સંસ્કૃતિનું અનુકરણ જોવા મળી રહયુ છે જયારે બીજી બાજુ લવ જેહાદના કિસ્સાઓમાં વધારો થઈ રહયો છે. જેમા સુરેન્દ્રનગર શહેરની નામાંકિત કોલેજની હોસ્ટેલમાં રહીને ઈન્ટરશિપ કરતી ઈડરની યુવતી અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી બંન્ને યુવતીઓ સાથે આ જ કોલેજના વિધર્મી યુવકે પોતાની પ્રેમ જાળમાં ફસાવી વારા ફરતી રૃમ ઉપર બોલાવી બંન્ને યુવતી સાથે રંગરેલીયા મનાવતો હતો. આ બાબતની જાણ ઈડરની યુવતીને થતા પોતાની સાથે વિધર્મી યુવકે દગો કરતા પોતાની હોસ્ટેલના રૃમમાં ફીનાઈલ ગટગટાવી લઈ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ બાબતની જાણ કોલેજના સતાધીશોને થતા કોલેજીયન યુવતીને તાત્કાલીક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ બાબતની જાણ પોલીસને થતા મારતે ઘોડે હોસ્પીટલે દોડી જઈ તપાસ કરતા કોલેજના સતાધીશો દ્દારા કોલેજીયન યુવતીને સમજાવીને પોતે રાત્રિના સમયે પાણી પીવા ઉભી થઈ હતી અને ભુલથી ફીનાઈલ પી લીધી હોવાનું સ્ટેટમેન્ટ આપવી પોતાની કોલેજની આબરૃ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ બાબતે કોલેજના પ્રિન્સીપાલ ઉદય પ્રતાપસિંહ સાથે વાત કરતા જણાવ્યુ હતું કે અમારી કોલેજમાં આવો કોઈ બનાવ બન્યો જ નથી. પોલીસ પણ આવી હતી અને નિવેદન લઈને જતી રહી છે. તેમ કહી ફોન કાપી નાખી વાત કરવાનું ટાળ્યુ હતુ.