The people of Mehmadabad ban to love jihad in gujarat
  • Home
  • Gujarat
  • લવ જેહાદને લઇ મહેમદાવાદના લોકોએ પાડ્યો સજ્જડ બંધ, મૌન રેલી યોજી તંત્રને આપી ચીમકી

લવ જેહાદને લઇ મહેમદાવાદના લોકોએ પાડ્યો સજ્જડ બંધ, મૌન રેલી યોજી તંત્રને આપી ચીમકી

 | 7:20 pm IST

લવ જેહાદના કેસને લઇ ખેડાના મહેમદાવાદ શહેરના લોકોએ આજે બંધ પાડ્યો છે. બે દિવસ પહેલા લઘુમતી કોમના યુવક દ્વારા હિન્દુ સમાજની યુવતીને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયો હતો. જેમને શોધવા છતા કોઇ પત્તો નહી મળતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો. આજરોજ સવારથી જ સ્થાનિકો દ્વારા સમગ્ર મહેમદાવાદ શહેરમાં સજ્જડ બંધ પડાયો હતો.

વેપારી ઓસોશિયેસન, નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ સ્થાનિક ધારાસભ્ય સાથે સ્થાનિક લોકોએ મીટીંગનું આયોજન કર્યુ હતુ. તેમજ મહેમદાવાદ શહેરમાં મૌન રેલી યોજી હતી. જે રેલી મામલતદાર કચેરી પહોચી યુવક યુવતીને ઝડપથી શોધવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહત્વની વાત છે કે સમગ્ર દિવસ દરમ્યાન મહેમદાવાદ શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી. સમગ્ર શહેરમાં સજ્જડ બંધ વચ્ચે અજંપા ભરી સ્થિતિ ફેલાયેલી છે.

લવ જેહાદનો જે કેસ મહેમદાવાદમાં બન્યો છે તેના વિરોધમાં આજે બંધ પાળવામાં આવ્યો છે. અને યુવક યુવતીને ઝડપથી તંત્ર શોધીઆપે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો તેઓ નહી મળે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપવાની ફરજ પડશે.

મહેમદાવાદ પોલીસ
મહેમદાવાદમાંથી હિન્દુ સમાજની યુવતીને મુસ્લિમ સમાજનો યુવક પ્રેમ સબંધમાં લઇ ગયો હતો. જે બાબતને લઇ તેના વાલી વારસોએ ફરીયાદ આપી હતી. તપાસ દરમ્યાન હાલ તે લોકોના મોબાઇલ લોકેસન મળ્યા છે. જે આધારે તેમને શોધી કાઢવા પ્રયાસ હાથ ધરાયો છે. ગામના લોકોએ શાંતી પૂર્વક બંધ પાડ્યો છે. હાલ સ્થિતિ કાબુમાં છે.