Love Jihad Ordinance pass By Yogi Government In UP
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘લવ જિહાદ’ને અટકાવવા માટે યોગી સરકારનો સખ્ત નિર્ણય, કેબિનેટે પાસ કર્યો વટહુકમ

‘લવ જિહાદ’ને અટકાવવા માટે યોગી સરકારનો સખ્ત નિર્ણય, કેબિનેટે પાસ કર્યો વટહુકમ

 | 7:20 pm IST
  • Share

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) કેબિનેટે ‘લવ જિહાદ’ (Love Jihad) પર વટહુકમ પાસ કરી દીધો છે. મંગળવારના થયેલી કેબિનેટ (Cabinet)ની બેઠકમાં વટહુમક પાસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી હતી કે અમે લવ જિહાદ પર નવો કાયદો બનાવીશુ, જેથી લાચચ, ધમકી અથવા લગ્નની લાલચ આપીને લગ્નની ઘટનાઓ રોકી શકાય.

જિહાદીઓને સખ્ત સંદેશ

યોગી સરકાર (Yogi Government)ના મંત્રી મોહસિન રઝાએ ગત દિવસોમાં કહ્યું હતુ કે, યૂપીમાં હવે એ નહીં ચાલે કે મિશનની માફક છોકરીઓને છેતરીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે. આ એ જિહાદીઓને સખ્ત સંદેશ છે જે આની પાછળ ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. આવા લોકોને જેલમાં નાંખવાની સંપૂર્ણ તૈયારી છે. લવ જિહાદ પર કાયદો બનાવવાની વાત સૌથી પહેલા સીએમ યોગીએ યૂપીના દેવરિયામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું હતુ.

ફક્ત લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન ગેરકાયદેસર

તેમણે કહ્યું હતુ કે જેવું કે અલહાબાદ હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે, ફક્ત લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન ગેરકાયદેસર હશે. સીએમ યોગીએ કહ્યું કે, પ્રદેશ સરકાર આ બાબતે સખ્ત જોગવાઈઓ વાળો કાયદો લાવશે અને પછી આવી હરકતો કરનારાઓના રામ નામ સત્ય જ થશે. તેમની આ જાહેરાત સાથે જ બીજેપી શાસિત અન્ય રાજ્યોમાં પણ લવ જિહાદની વિરુદ્ધ કાયદો બનાવવાની માંગ ઊઠવા લાગી. યૂપી સરકારના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે, વટહૂકમમાં ધર્મ પરિવર્તન માટે 15,000 રૂપિયાના દંડની સાથે 1થી 5 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. જો SC-ST સમુદાયની નાબાલિગ અને મહિલાઓ સાથે થાય છે તો 25,000 રૂપિયાનો દંડ અને 3-10 વર્ષની સજાની જોગવાઈ હશે.

મધ્ય પ્રદેશ અને હરિયાણામાં પણ બનશે કાયદો

તેમણે કહ્યું કે, ગત દિવસોમાં આવી 100થી વધારે ઘટનાઓ સામે આવી હતી, જેમાં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યો છે. મધ્ય પ્રદેશે પણ લવ જિહાદને લઇ બિલ લાવવાની વાત કરી છે. પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, આગામી વિધાનસભા સત્રમાં લવ જિહાદને લઇને બિલ લાવવામાં આવી રહ્યું છે. લવ જિહાદ પર 5 વર્ષની જેલની સજાની જોગવાઈ રહેશે. તો હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે, તેઓ પણ પ્રદેશમાં લવ જિહાદ રોકવા માટે કાયદો લાવશે.

આ વિડીયો પણ જુઓ: સોલા સિવિલ હોસ્પિટલ પહોંચી કોવેક્સિન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન