Love match safe Ahmedabad RiverFront Police will now look at both of Eagle River 360
  • Home
  • Ahmedabad
  • પ્રેમીપંખીડાઓ માટે ખુશીના સમાચાર, રિવરફ્રન્ટે કિસ-આલિંગનની છૂટ, પણ અશ્લીલતા નહીં ચાલે

પ્રેમીપંખીડાઓ માટે ખુશીના સમાચાર, રિવરફ્રન્ટે કિસ-આલિંગનની છૂટ, પણ અશ્લીલતા નહીં ચાલે

 | 8:30 am IST

શહેરના ૨૨ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા રિવરફ્રન્ટ પર છેડતીના કિસ્સા વધી રહ્યા છે અને તેના પુરાવા તથા યુવતીઓને મદદ મળી રહે તે માટે સમગ્ર રિવરફ્રન્ટ પર ૩૬૦ ડીગ્રી કેમેરા ગોઠવવામાં આવશે. કેમેરાની બાજ નજર પર પોલીસ વોચ રાખશે.

સેગવે અને બગી સહિત બે હાઇસ્પિડ બોટ પર પોલીસે પેટ્રોલીંગ કરશે અને જ્યા કોઇ અનિચ્છનીય ઘટના બનશે ત્યા તત્કાળ પહોંચી જશે. રિવરફ્રન્ટ પર અમુક જગ્યાઓ પર સ્માર્ટ પોલ્સ બનાવાશે તેના પર SOSની ફેસીલીટી પણ મુકવામાં આવશે. ઇમરજન્સીની જાણ પોલીસ કન્ટ્રોલ રુમ તથા સીસીટીવી ઓબ્ઝર્વેશન માટે ખાસ બનાવાયેલી કોબાન હટમાં બેઠેલા પોલીસને પણ થશે.

શહેરના બંને સાઇડ પર આવેલા રિવરફ્રન્ટ હાલ યુગલો માટે એક ફેવરીટ સ્થળ બની ગયુ છે. તેવામાં આ રિવરફ્રન્ટને ૩૬૦ ડીગ્રી સુધી કવર કરવા માટે સીસીટીવીની હારમાળા લગાવવાનો નિર્ણય કરાયો છે અને આગામી આઠેક મહિનામાં ૧૬ કરોડના ખર્ચે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવશે. ૨૪ઠ૭ રિવર ફ્રન્ટ પર પોલીસકર્મીઓ કોબાન હટમાં બેસી તમામ રિવરફ્રન્ટ વિસ્તારનુ ઓબજર્વેશન કરશે. છેડતી અને અશ્લિલ હરકતો ન બને તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સિક્યુરિટી કીઓક્સ દર ૭૫૦ મીટરે ગોઠવવામાં આવશે. આ વિસ્તારમાં સતત પોલીસ સેગવે અને બગીસ તથા પાણીમાં બોટથી પેટ્રોલીંગ કરશે. રિવરફ્રન્ટ પર બેસતા યુલગો કે પ્રેમી પંખીડાને અસામાજિક તત્વો પણ પરેશાન કરશે તો કેમેરામાં કેદ થઇ જશે અને તેના પુરાવ પણ રહેશે. રિવરફ્રન્ટ માટે ટેન્ડર્સ આપી દેવામાં આવ્યા છે.

કોબાન હટ જાપાની સ્ટાઇલના કાચના હોવાથી ચોતરફ નજર રાખી શકાશે અને તેમાં મહિલા તથા પુરુષ પોલીસકર્મીઓ હાજર રહેશે અને કેમેરાના ફુટેજ પર પણ તેઓ નજર રાખશે. કોબાન કન્ટ્રોલ રુમના સંપર્કમાં, તેમાં ફોન પણ રહેશે તથા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ રહેશે.

કિસ-આલિંગનની છૂટ પણ અશ્લીલતા નહીં ચાલે

આમ તો રિવરફ્રન્ટ પ્રેમી પંખીડા માટે રોમાન્સનુ સ્થળ બની ગયો હતો પરંતુ ૨૪ કલાક સીસીટીવીની વોચ રહેવાથી સમગ્ર રિવરફ્રન્ટ પર આઇપીસી ૨૯૪ હેઠળ હગ અને કીસ કરી શકાશે. જોકે અન્ય કોઇ અશ્લિલ હરકત કરવામાં આવશે તે તેમના પર કાયદેસર કાર્યવાહી કરાશે અને સીસીટીવી હોવાથી તેના પુરાવા પણ મળી રહેશે.

છેડતી કે હેરાનગતિ પર ચાંપતી નજર રહેશે

રીવરફ્રન્ટ પર રોમીયો એકલ દોકલ નિકળતા હોય છે. તેમાં પણ આવતી આવતી જતી છોકરીઓને સીટી મારવી, તેને જોઇ ગીતો ગાવા કે પછી તેને અણછાજતો સ્પર્શ કરીને જવું, વીડિયો લેવો કે ફોટા પાડવા કે શાબ્દિક કોમેન્ટ કરવી રિવરફ્રન્ટ પર હવે અશક્ય બનશે. રિવરફ્રન્ટ પર રજેરજના ફુટેજ દેખાશે અને નાનામા નાની હરકત પણ કેમેરામાં કેદ થઇ જશે.

ઇમરજન્સી માટે SOS સિસ્ટમ

નિર્ભયા પ્રોજેક્ટની ગ્રાન્ટ હેઠળ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ પોલ, SOS ફેસિલિટી પણ મુકવામાં આવી છે. તકલીફમાં મુકાયેલી મહિલા કે યુવતી એક બટન દબાવશે અને તેને ઇમરજન્સીમાં પોલીસની મદદ મળશે. સેગવેમાં બે અને મોટી સમસ્યા હશે તો બગીમાં પાંચથી છ પોલીસ રિવરફ્રન્ટના ખુણે ખુણે સેકન્ડોમા પહોચી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન