પ્રેમ તર્પણ - Sandesh

પ્રેમ તર્પણ

 | 4:55 am IST

વાર્તા : અમૃત વડિયા

ચેતન સાંજે ઓફિસેથી ઘરે આવતો ત્યારે સોસાયટીમાં મેઈન રોડ પર જ આવેલા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના એક ફ્લેટના દરવાજે એક મહિલા બની ઠનીને બેસેલી જોવા મળતી. એ આમ તો યુવાવસ્થા વીતાવી ચૂકી હોવા છતાં ખુબ સુંદર દેખાતી હતી. એ દરરોજ તેને આવતા જતા જોતો અને તે તેના તરફ હળવું સ્મિત પણ કરતી. જોકે, એ સવારે જતો ત્યારે એ કંઈને કંઈ કામ કરતી જણાતી. એને બે સંતાન હોવાનું એણે નોંધ્યું હતું. પોતાને આ સોસાયટીમાં આવ્યાને હજી થોડા મહિના જ થયા હતાં, એટલે બધાંને સારી રીતે ઓળખતો પણ ના હતો. પેલી મહિલાનો પતિ ક્યારેય જોવામાં આવ્યો ના હતો. કદાચ તેના કામ ધંધાનો સમય એવો હશે કે નજરે ના પડે. એણે એક વસ્તુ ખાસ માર્ક કરી હતી કે મહિલા સાંજે બની ઠનીને જ દરવાજા આગળ ઊભી હોય કે ક્યારેક બેઠી હોય. એનો ચહેરો પણ એવો સોહામણો હતો કે તેના તરફ જોવાનું મન થાય અને ના સ્મિત આપવું હોય તોય આપવાનું મન થાય. બાજુમાં રહેતા સહદેવભાઈ સાથે પાડોશીના નાતે થોડો ઘરોબા બંધાતા તે સોસાયટીનાં લોકો વિશે તેને માહિતી આપતા. સોસાયટીમાં કેટલાંક એપાર્ટમેન્ટ્સ હતાં અને કેટલાંક ગાળા ટાઈપ મકાનો હતાં. મોટાભાગનાં લોકો મધ્યમવર્ગના હતાં. થોડા બિઝનેસમેન પણ હતાં. સહદેવભાઈ સાથે એ રવિવારે સાંજે ક્યારેક લટાર મારવા પણ નીકળતો. એક સાંજે એ બન્ને ટહેલતા ટહેલતા નીકળ્યા ત્યારે પેલી મહિલા તેના ઘરના દરવાજા આગળ બેઠી હતી. એ રીતે બની ઠનીને શણગાર સજીને બેઠી હતી કે જાણે કોઈ મહેમાન આવવાનું હોય અને ખૂબ આતુરતાપૂર્વક રાહ જોતી હોય. એણે તેના ઘર પાસેથી પસાર થતી વેળા સ્મિત ફરકાવતા પોતે પણ સ્મિત ફરકાવ્યું. થોડા આગળ ગયા પછી સહદેવભાઈ બોલ્યા, ચેતનભાઈ, આ બાઈ બહુ ભારે છે… રોજ સાંજ પડે ને બની ઠનીને શણગાર સજીને બેસે છે… એનો વર તો બે વર્ષ પહેલા જ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો…

શું વાત કરો છો? હોય નહીં..! પોતાના મોંમાંથી આઘાત મિશ્રિત આૃર્યના શબ્દો સરી પડયા…

હા… મનાય નહીં એવું જ છે… એનો વર બહુ ભલો માણસ હતો. સરકારી અધિકારી હતો… પણ અકાળે એ ગયો અને આ બહેનબાને મોકળું મેદાન મળી ગયું… રોજ સાંજ પડે અને એ આ રીતે જ બની ઠનીને બેસે છે… મને તો લાગે છે કે એણે કોઈ સાથે સંબંધ હોવો જોઈએ કે પછી એ કોઈને કોઈને ફસાવતી હોવી જોઈએ… એણે ઘર ચલાવવાનું અને પાછી હજી ઉંમર પણ ક્યાં દેખાય છે?

ઓહ… ગોડ… બિચારી પર આભ જ તૂટી પડયું ને ! પણ એ એવી છે એની ખબર કઈ રીતે પડી? ચેતને સંશય વ્યક્ત કર્યો.

એમાં ખબર શું પડવાની? સીધી સાદી વાત છે… એના ‘લખણ’ જ બધું કહી દે છે…! આપણી સોસાયટીવાળા ભાગ્યે જ એની સાથે હળે મળે છે… ક્યાંક લપેટમાં લઈ લે તો…? તમેય જરા સંભાળજો… એ તમારી સામે એવી રીતે હસી કે જાણે તમે એના ખૂબ જાણીતા માણસ છો… કહેતા સહદેવભાઈ ખડખડાટ હસી પડયા.

ચેતન સહદેવભાઈને વધું કંઈ પૂછવાનું ટાળીને બીજી વાતોએ ચડાવી ટહેલીને ઘરે પાછો આવ્યો, પણ વિચારોમાં એવો ખોવાઈ ગયો કે તેની પત્નીએ તેને શું વિચારમાં પડી ગયા છો? એમ કહીને ટપાર્યો ત્યારે જ ઝબકીને સભાન બન્યો. આખી રાત એને પેલી મહિલા જ દેખાયા કરી અને એના જ વિચાર આવ્યા કર્યા… એનું મન એ મહિલા એવી હોય એ માનવા તૈયાર ના હતું, પણ એનું ઘર કઈ રીતે ચાલે? એ પ્રશ્ન એને મથાવતો હતો. બીજા દિવસે ઓફિસે બાઈક પર જતી વેળા પેલી મહિલાના ઘર તરફ નજર કરતો કરતો એ ગયો ત્યારે એ આગળ રૂમમાં શાક સુધારી રહી હતીપત્નીએ તેને શું વિચારમાં પડી ગયા છો? એમ કહીને ટપાર્યો ત્યારે જ ઝબકીને સભાન બન્યો. આખી રાત એને પેલી મહિલા જ દેખાયા કરી અને એના જ વિચાર આવ્યા કર્યા… એનું મન એ મહિલા એવી હોય એ માનવા તૈયાર ના હતું, એણે સ્મિત ફરકાવ્યું પણ પોતે આડું જોઈ ગયો, પરંતુ બાદમાં એને પોતાને જ લાગ્યું કે તેણે બરોબર ન્હોતું કર્યું !

કોઈના સ્મિતનો જવાબ સ્મિતમાં આપવામાં શું ગુનો થઈ જાય ? અને તે ધારો કે સહદેવભાઈ કહે છે એવી હોય તોય તેથી તેને પોતાને શું ? એને ક્યાં એની સાથે કોઈ સંબંધ જ છે ? એને ખૂબ પસ્તાવો થયો..! બીજા દિવસે સાંજે ચેતન આવ્યો ત્યારે એ તો એ જ રીતે બની ઠનીને બેઠી હતી. એણે સ્મિત કરતાં જ ચેતને બાઈક ઊભી રાખી સારું સ્મિત કર્યું…! પેલી મહિલાએ એને કહ્યું, આવો ને… આમ જ રોજ જતાં રહો છો… સોસાયટીમાં જ રહીએ છીએ તે ઓળખાણ તો આપો…!

ચેતનને શું જવાબ આપવો તે ના સૂઝયું… પછી ક્યારેક કહીને એણે બાઈક ભગાવી. એ રાતેય એને એ મહિલાના જ વિચાર આવ્યા કર્યા… એ ખરેખર મોહક હતી. જો એ એવી હોય તો? એ ફરી મથામણમાં પડયો… અને એના મને એને સમજાવી દીધું કે એ એવી હોય તોય શું ? આપણે ક્યાં આગળ વધવું છે તે ઉપાધિ !

પછીના રવિવારે સાંજે સહદેવભાઈને એણે ટહેલવા આવવા બોલાવ્યા તો તેને ઘરે મહેમાન આવ્યા હોવાથી તે ના આવ્યા… એ એકલો જ ચાલતો ચાલતો નીકળ્યો… પેલી મહિલાનું ઘર આવતા જ એના પગ થંભી ગયા… એ દરવાજા આગળ મટક મટક સ્મિત આપતી ઊભી હતી. એણે આવો… આવો… કહી એને ઘરમાં આવવા કહેતા એ પોતાને રોકી ના શક્યો…!

એ એના ઘરમાં પ્રવેશ્યો એવો જ એ બોલી… તમે જ એક એવા માણસ છો કે જેને બોલાવવાનું મન થાય… બાકી તો બધાં તમારી સાથે ફરે છે એ સહદેવ જેવા જ લાગે છે…

એટલે? કેમ એવું કહો છો? ચેતને સહદેવભાઈના નામ સાથે આ મહિલા જે બોલી તેથી અવઢવમાં પડીને પૂછયું.

જુઓ… તમે તો અહીં રહેવા આવ્યાને થોડા મહિના જ થયા છે, એટલે તમને કંઈ ના ખબર હોય…! પણ હું વિધવા છું… એ તો તમને સહદેવે કહ્યું જ હશે ને ? કહેતા એણે એને પાણીનો ગ્લાસ આપ્યો…

એણે પાણી પીતા પીતા એની સામે જોયું અને ગ્લાસ ખાલી કરતા બોલ્યો હાં… તમારું નામ પણ હું ક્યાં જાણું છું. મારું નામ છે કામ્યા ! મારા પતિનું નામ કંદર્પ… અમે અહીં વર્ષોથી રહીએ છીએ. પણ એ અચાનક અમને નોંધારા છોડીને જતાં રહ્યા… કહેતા એ ગળગળી થઈ ગઈ…

શું કહીએ… હિંમત રાખજો… તમારે તો બે સંતાનો પણ છે…!

હાં… એ બન્ને માટે તો અહીં રહી છું… અને જીવું છું… બાકી આજે કંદર્પની સાથે જ હો… એણે અકસ્માત બાદ હોસ્પિટલમાં પ્રાણ છોડતી વેળા મારી પાસેથી વચન લીધું હતું કે, છોકરાઓને સંભાળજે… અને તે મૃત્યુ પામ્યો છે, એમ માનતી જ નહીં…! કહેતા એની આંખમાં આંસુ આવી ગયા…

ચેતને શું બોલવું તે ના સમજાતા મૂંગા મૂંગા જ એની સામે જોતા જ એ બોલી, ‘કંદર્પ ઓફિસર હતો અને વીમો હતો એટલે અમારે જીવન નિર્વાહનો કોઈ પ્રશ્ન નથી… અમારે વતનમાં જમીન જાયદાદ પણ છે…’ ચેતન દુઃખ વ્યક્ત કરી કંઈ કામ હોય તો કહેજો કહેતા જવા માટે ઊભો થયો. એવી જ કામ્યા બોલી… તમને એક વાત મારે ખાસ કહેવી છે, એટલે તમને ઘરમાં બોલાવ્યા છે… હું રોજ સાંજે બની ઠનીને દરવાજા આગળ ઊભી રહું છું. એટલે તમને આૃર્ય થતું હશે ને? તો સાંભળો- કંદર્પને હું તે ઓફિસેથી આવે ત્યારે હું બની ઠનીને આવકારું એ ખૂબ ગમતું.

એની યાદમાં આજે પણ હું બની ઠનીને એની રાહ જોવું છું. એ ક્યારેક તો આવશે… જ ! કહેતા એ ધ્રુસ્કે રડી પડી. થોડી ક્ષણો બાદ એ બોલી…. પણ તમારો સહદેવ એ વાત ક્યાંથી સમજે ? એણે એક દિવસ સાંજે મારી પાસે આવીને મારો ભાવ પૂછયો હતો… અને મેં તેને જવાબમાં એવો તમાચો માર્યો હતો કે એ હવે બધાંને મારા વિશે ગમે તેમ કહેતો ફરે છે… આ તો જે છે તે તમને કહ્યું છે… તમારે જે માનવું હોય તે માનજો… કહી એ અંદરના રૂમમાં જતી રહી.

[email protected]