love rashifal these five signs people are emotional in affair
  • Home
  • Astrology
  • પ્રેમમાં પડવામાં પાવરધા હોય આ પાંચ રાશિના જાતકો, હોય લાગણીથી છલોછલ

પ્રેમમાં પડવામાં પાવરધા હોય આ પાંચ રાશિના જાતકો, હોય લાગણીથી છલોછલ

 | 11:14 am IST

પ્રેમ મળવો અને આપવો એ તો કિસ્મતની વાત છે. દરેકનો સ્વભાવ અલગ અલગ હોવાથી પ્રેમને લઈને દરેકની માન્યતા અલગ હોવાની જે ખુબજ સ્વાભાવિક વાત છે. આપણામાંથી મોટાભાગના લોકો પ્રેમને લઈને ખુબજ લાગણીશીલ હોય છે. કોઈ સૌમ્ય હોય તો કોઈ કઠોર હોય. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર આવી પાંચ રાશિ છે જે ખુબજ લાગણીશીલ અને ભાવુક હોય છે.

મેષ રાશિ
મેષ રાશિના જાતકો ખુબજ ઉત્સાહી હોય છે. તેમના દિલમાં જે પણ આવે ફટાક દઈને મોં પર કહી દેતા હોય છે. તેમનામાં ધીરજ શક્તિ સહેજ પણ હોતી નથી. એક તરફી પ્રેમ કરવામાં પાવરધા આ જાતકો સમય આવ્યે પ્રેમનો ઇઝહાર કરી દે છે કેમકે પ્રેમ તેમના માટે ખુબ સરળ છે. તેમને જે પણ અનુભૂતિ થાય તે સામેના પાત્ર સુધી પહોંચાડીને જ છોડે. પ્રેમના મામલે તેઓ ભરોસાપાત્ર હોય છે. જો કે તેઓ પોતાના પ્રેમ પર અધિકાર જમાવી રાખે છે.

કર્ક રાશિ
કર્ક રાશિવાળા ભાવુક સ્વભાવના હોય છે. તેમના દિલને કોઈ સ્પર્શી જાય તો તેમના પર જાન ન્યૌછાવર કરી દેતા હોય છે. તેમના વિચારોમાં ખોવાયેલા જ રહે છે. જો કે તેમનામાં એક વસ્તુ ખુબજ પ્રશંસાને પાત્ર હોય છે. તેઓ પોતાની વાત કોઈની સાથે મનાવીને જ રહે છે. પ્રિયતમ સાથે ભાવનાત્મક જોડાણ ધરાવે છે. તેમના માટે સંબંધ ખુબજ મહત્વ ધરાવે છે.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો ખુબજ લાગણીશીલ હોય છે. પ્રેમ તેમના માટે ઝનુન હોય છે. પ્રેમના મામલે તમામ સીમાઓ પાર કરી દે. જો કોઈ તેને પસંદ પડ્યુ તો તેની પાછળ બધુ જ કુરબાન કરી શકે. પાર્ટનરને લઈને તેઓ ખુબ જ રોમાન્ટિક હોય છે. આ રાશિના જાતકો બીજાના દિલ પર જગ્યા બનાવી લેવામાં માહિર હોય છે.

તુલા રાશિ
તુલા રાશિના જાતકો રોમેન્ટિક હોય છે. જો તમના દિલને કોઈ સ્પર્શી જાય તો તે મન મુકીને પ્રેમ કરે છે. તેમનામાં પ્રેમને લઈને ધીરજ નથી હોતી એક વખત થયો એટલે મનાવીને જ માને. પ્રેમના મામલે કોઇની પરવાહ ન કરે એટલા બિન્દાસ હોય છે.

મીન રાશિ
મીન રાશિ વાળાનો સ્વભાવજ ખુબજ રોમાન્ટિક હોય છે. તેઓ પોતાની ભાવના વ્યક્ત કરતા ખચકાતા નથી. શાનભાન ભૂલીને પ્રેમ કરે એક વખત જેને પસંદ કરે તેના થઈને જ રહે.

આ વીડિયો જુઓ: કલ્યાણકારી શનિદેવની પાંચ રોચક કથા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન