પ્રેમનો અસ્વીકાર થાય તો! - Sandesh

પ્રેમનો અસ્વીકાર થાય તો!

 | 3:33 am IST

આર્ટ ઓફ લિવિંગ :- શ્રી શ્રી રવિશંકર

 • તમે કોઈ પ્રત્યે પ્રેમ અનુભવો છો અને તેઓ તે સ્વિકારતા નથી. તમે શું કરશો?
 • નાસીપાસ થશો.
 • પ્રેમને ઘૃણામાં બદલીને બદલાની ઈચ્છા કરશો.
 • વારંવાર એમને યાદ દેવડાવશો કે તમે એમને ખૂબ ચાહો છો અને તેઓ તમને કેટલું ઓછું ચાહે છે.
 • તમે ઝઘડો કરશો અને તુનક મિજાજ દાખવશો.
 • તમે ખુબ ગુસ્સો દર્શાવશો.
 • તમે અપમાન અનુભવશો છતાં સ્વમાન જાળવશો.
 • ફરી કદી પ્રેમ ન કરવો એવું નક્કી કરી લેશો.
 • દુઃખી થશો અને ખરાબ વર્તન થયું હોય એવું બતાવશો.
 • અલગ અને બેફિકરા રહેવાનો પ્રયત્ન કરશો.
 • પરંતુ તમને સમજાય છે કે આમાંનું કશું જ કારગર નથી નિવડતું; એનાથી તો પરિસ્થિતિ બગડે જ છે, તો પછી આનો ઉપાય શો? તમે તમારું પ્રેમાળપણું કેવી રીતે જાળવશો?
 • ધીરજ રાખો અને તમારા પ્રેમની અભિવ્યક્તિમા બદલાવ લાવો.
 • સ્વકેન્દ્રિત બનો અને તમારા પ્રેમને મર્યાદિત રીતે જ અભિવ્યક્ત કરો.
 • કેટલીકવાર વધારે પડતો પ્રેમ બતાવવાથી લોકો દૂર ચાલ્યા જાય છે.
 • તમે એમની અભિવ્યક્તિની રીતને સ્વીકારી લો કે તેઓ પણ તમને ચાહે છે.
 • તેમનો તમારે પ્રત્યે જેટલો પણ પ્રેમ હોય તેને સાચા દિલથી સ્વીકારો. એ તમારી માંગણીઓને આભારવશતામાં બદલશે અને તમે જીવનમાં જેટલા વધારે આભારી થયો, તેટલો વધારે પ્રેમ તમને મળશે.
 • એટલું સમજો કે ઘાયલ થવું એ પણ પ્રેમનો જ ભાગ છે, અને તે માટે પૂરી જવાબદારી લો. જ્યારે તમે સ્વકેન્દ્રથી હટશો ત્યારે દુઃખી તો થવાના જ અને આ જગતની પ્રકૃતિ જ દુઃખ છે.
 • અનન્ય પ્રેમમાં પડવાથી જ પ્રેરણા સાંપડે છે. એનાથી જ્ઞાનનો ઉપયોગ કરવા માટેનો આત્મવિશ્વાસ વધે છે. અનન્ય પ્રેમની દેખીતી સંજ્ઞા છે, શાશ્ચત હાસ્ય.
 • પ્રેમને પ્રેમ જ રહેવા દો. એને કોઈ નામ ન આપશો. જ્યારે પ્રેમને તમે નામ આપો છો તો એક સંબંધ બની જાય છે અને સંબંધ પ્રેમને બંધનમાં મૂકે છે.
 • તમારી અને મારી વચ્ચે પ્રેમ છે. એને એમ જ રહેવા દો. જો તમે પ્રેમને ભાઈ, બહેન, માં, બાપ, ગુરુ જેવા નામો આપશો- તો એને તમે એક સંબંધમાં બદલી નાંખશો. પ્રેમ પર સંબંધને લાદવાથી એમાં મર્યાદાઓ આવી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન