લવ ત્યાગીની કિસ્મત ઉઘડી, બિગ બોસ બાદ કરશે બીજો શો - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • લવ ત્યાગીની કિસ્મત ઉઘડી, બિગ બોસ બાદ કરશે બીજો શો

લવ ત્યાગીની કિસ્મત ઉઘડી, બિગ બોસ બાદ કરશે બીજો શો

 | 4:06 am IST

બિગ બોસમાં કોમનર બનીને આવેલો લવ ત્યાગી બિગ બોસમાં લાંબો સમય સુધી ટકી રહ્યો હતો. લવને બિગ બોસનો શો ફળી ગયો છે અને તેના નસીબ ઉઘડી ગયા છે, લવને બીજો પણ રિયાલિટી શો ઓફર થયો છે, અને લવ આ શો માટે જરૂરી પેપર્સ પણ સાઇન કરી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બોસના ઘરમાંથી બહાર નીકળીને તરત લવને સ્પ્લીટ્સવીલા શો ઓફર થયો છે, તેથી સ્પ્લીટ્સવીલાની આગામી સીઝનમાં લવ જોવા મળે તો નવાઇ નહીં. વેલ અત્યારસુધી એવંુ બનતું કે સ્પ્લીટ્સવીલાના પ્રતિયોગીઓ બિગ બોસમાં આવતા જ્યારે વલના કેસમાં આ વાત થોડી અલગ સાબિત થશે, લવ બિગ બોસ બાદ તે શો કરશે. પ્રિન્સ અને પ્રિયાંક પણ આ જ શોમાંથી બિગ બોસમાં આવ્યા હતા. જોકે આગામી સ્પ્લીટ્સવીલાની સીઝન કઇ તારીખથી શરૂ થશે તે હજી સુધી નક્કી નથી થયું.