પ્રેમલગ્ન બાદ પણ શું પ્રેમ યથાવત? - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.7925 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • પ્રેમલગ્ન બાદ પણ શું પ્રેમ યથાવત?

પ્રેમલગ્ન બાદ પણ શું પ્રેમ યથાવત?

 | 12:29 am IST

કવર સ્ટોરીઃ અમિતા મહેતા

કૃપા અને પ્રથમના લવ મેરેજ છે અને એમની વચ્ચે ૧૮ વર્ષનો તફવત છે. કૃપા ૧૮ વર્ષ મોટી છે. ટયુશન ટીચર કૃપાના પ્રેમમાં પડેલા પ્રથમે એની સાથે લગ્ન કરવા માટે પરિવાર અને સમાજ સામે લાંબો સંઘર્ષ કર્યો. કૃપા કહે છે કે અમારા લગ્નને ૨૦ વર્ષ થયા. હું પ્રથમની મમ્મી જેવી લાગું છું. બાહ્ય દેખાવને બાદ કરતાં બીજી કોઈ બાબત અમારા લગ્નને નોર્મલ લગ્ન કરતાં અલગ પાડતી નથી. હું વધારે મેચ્યોર હોવાથી ઘરમાં મારું પ્રભુત્વ રહે છે. પરંતુ પ્રથમનું માન- સન્માન જળવાય એનો પૂરો પ્રયત્ન કરું છું. અમારી વચ્ચે પ્રેમ અને સમજ છે. પ્રથમ ક્યારેક કોઈ યુવાન સ્ત્રી સાથે ફ્લર્ટ કરે તો હ્યુમન નેચર ગણીને ઈગ્નોર કરું છું. સરખી ઉંમરના લગ્નમાં પણ સમસ્યાઓ તો જન્મે છે. આઈ થિંક લગ્નની સફ્ળતાનો આધાર ઉંમર નહીં તમારો સ્વભાવ અને તમારું વ્યક્તિત્વ છે. પ્રેમને ઉંમર સાથે કોઈ લેવા- દેવા હોતી નથી. અને આ પ્રેમ જ્યારે લગ્નમાં પરિણમે ત્યારે થોડી વધારે સાવધાની રાખવી પડે. પાર્ટનરનાં વ્યક્તિત્વને સમજીને એની જરૂરિયાતને સંતોષવી પડે. બાકી લગ્નમાં ચાર- પાંચ વર્ષથી વધારે ગેપ ન હોવો જોઈએ. એવો કોઈ નિયમ સફ્ળ લગ્ન માટે કારગત નથી નીવડતો.

કૃપાની વાતને સમર્થન આપતાં અનેક ઉદાહરણો આપણા સમાજમાં છે. સૈફ્ અલી ખાન કરતાં કરીના કપૂર ૧૧ વર્ષ નાની છે. દિલીપ કુમાર અને સાયરાબાનુ વચ્ચે ૨૨ વર્ષનો તફવત છે. સંજય દત્ત માન્યતા કરતાં ૧૯ વર્ષ મોટો છે. મીડિયાના બાદશાહ રૂપર્ટ મડરેક એનાથી ૩૦ વર્ષ નાની પત્નીને પરણ્યા હતા. અને એમનાં લગ્ન જીવન આદર્શ લગ્ન જીવન ગણાય છે તેઓ સફ્ળ અને સંવાદી જીવનનાં પ્રતીક ગણાય છે અને ઓછી ઉંમરના જીવનસાથી પણ જીવનનાં સુખ-દુઃખમાં પરિપક્વતાથી અડીખમ ઊભા રહ્યા છે. એનો મતલબ એ થયો કે પ્રેમ હોય તો લગ્નને ઉંમરને સીમાડા નડતા નથી. પ્રેમ સંબંધો નિભાવવાનો અને સમસ્યાઓનો સામનો કરવાનું ઝનૂન આપમેળે આપે છે. અને પરિપક્વ જીવનસાથી પોતાની સમજદારીથી જીવનસાથીને સંભાળી લે છે તેથી જ માર્કટવેઈન જેવા લેખક આ વાતને સમર્થન આપતા કહે છે કે ઉંમર કોઈ વિષય કે મહત્ત્વનો મુદ્દો નથી માત્ર મગજની નીપજ છે. તમે એને મહત્ત્વ ન આપો તો એની અસર સંબંધો પર જરાય પડતી નથી.

નાની ઉંમરની વ્યક્તિ માટે પ્રેમ જન્મવાનું એક કારણ વ્યક્તિત્વ અને દેખાવનું આકર્ષણ છે. ખાસ કરીને પુરુષો માટે યુવાન સ્ત્રીઓનું આકર્ષણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે સ્ત્રીને ભાવનાત્મક અને આર્િથક સલામતી આકર્ષે છે. મોટી ઉંમરના પુરુષમાં પરિપક્વતા હોય છે. આર્િથક રીતે સેટ હોવાથી યુવતીએ સંઘર્ષ કરવો પડતો નથી. અને તેઓ યુવતીનાં સઘળાં લાડ પૂરા કરે છે. વળી, સ્ત્રી પુરિષમાં ફધર ફ્રીગર શોધતી હોવાનો એક મનોવૈજ્ઞાાનિક નિયમ એ છે કે બે વિરુદ્ધ પરિબળો એકબીજાને આકર્ષે છે. તેથી નાની ઉંમરની વ્યક્તિ મોટી પ્રત્યે, શાંત વ્યક્તિ ચંચળ પ્રત્યે અને ગંભીર વ્યક્તિ નટખટ વ્યક્તિ પ્રત્યે આકર્ષાય છે.

પોતાનાથી ૧૨ વર્ષ મોટા પ્રશાંત સાથે લગ્ન કરનાર મેહા કહે છે કે પ્રશાંત સારો બિઝનેસ મેન નહીં સારો માણસ પણ છે. મારા સમવયસ્ક મિત્રો કરતાં વધારે અન્ડરસ્ટેન્ડિંગ અને મોચ્યોરિટી મને પ્રશાંતમાં દેખાય છે. એનાં વિચારો આધુનિક છે અને સૌથી મહત્ત્વની વાત અમે એકબીજાને પસંદ કરીએ છીએ. જો પ્રેમલગ્ન હોય તો ઉંમરમાં ગેપ એ મોટો ઈસ્યૂ નથી. હા, અરેન્જ મેરેજમાં એઈજ ડિફ્રન્સ સમસ્યા સર્જી શકે કારણ કે અહીં એકબીજાને સમજવા માટે સમય જોઈએ. આ સમયમાં મતભેદ મોટા થાય તો તરત જ લગ્ન ભાંગી પડે. કારણ કે એઈજ ગેપને કારણે એર્ફ્ટ વધારે કરવા પડે.

જોકે કેટલાક રિસર્ચરોને હજુય દૃઢપણે માનવું છે કે લગ્નમાં પાંચ -સાત વર્ષથી વધારે ગાળો અપવાદરૂપ કિસ્સાઓમાં જ સફ્ળ થઈ શકે. મોટે ભાગે એમાં સમસ્યા ઝાઝી સંતોષ ઓછો હોય છે. તેમનાં મતે ઉંમરમાં વધારે તફવત હોય તો જીવનસાથીનાં તરવરાટ, ઉત્સાહ, ઉન્માદ અને ઈચ્છાઓને યોગ્ય પ્રતિસાદ ન મળી શકે. જેમ કે યુવાન પત્નીની રોમાન્સની કલ્પનાઓ અને શારીરિક ઈચ્છાઓ યુવાન અને રોમાંચસભર રહેવાની જેનો યોગ્ય પ્રતિસાદ જીવનના અનુભવો લઈને શાંત થઈ ચૂકેલો મોટી ઉંમરનો પતિ ન આપી શકે. આ વાતને સમર્થન આપતાં શ્રદ્ધા મેઢ કહે છે કે મારા પતિ મારાથી ૧૨ વર્ષ મોટા છે. હું તેઓ ટી.વી. જોતાં હોય ત્યારે પાછળથી ગળે હાથ નાખીને મસ્તી કરું, ક્યારેક અચાનક ફેન કરીને ગાંડી- ઘેલી વાત કરું તો અકળાઈ જાય.

હું હર્ટ ન થાઉં એ માટે એમને સજાગતાથી પ્રયાસો કરવા પડે છે. મારા મિત્રો મારી ઉંમરના છે અને અમારા માટે ફ્રેન્ડઝ એટલે ફ્રેન્ડઝ..ટચ- હગ કે ટપલી મારવી અમારા માટે ફ્રેન્ડશિપનો એક ભાગ છે. પરંતુ મારા પતિને મેં આ સંદર્ભે ઈનસિક્યોર થતાં જોયા છે. ઘણી વાર વિશ્વાસ હોય તો પણ અસલામતી આવી જાય અને એ ઘર્ષણનું કારણ બને. માત્ર પ્રેમમાં પડીને હરવું- ફ્રવું હોય કે લીવ- ઈન રીલેશનશિપમાં રહેવું હોય તો સમસ્યા ઓછી આવે. પણ લગ્નમાં આમેય આપણાં ભારતીય સમાજમાં અઢળક પ્રશ્નો છે. તેમાં આ એક તફવત કેટલાંક નવા પ્રશ્નો ઉમેરે. આવા કપલને ફ્ેમિલી પણ અલગ દ્રષ્ટિથી જુએ છે.

મિત્રો પણ સમજવામાં ભૂલ કરે છે. અને જાતે સમાધાન શોધવામાં મુશ્કેલ પડે છે. તેથી લગ્નનો તફવત કાંટાઓ તો જન્માવે જ છે. પરંતુ નાસીપાસ થવાને બદલે પ્રશ્નો સામે ઝઝૂમવાનો આત્મવિશ્વાસ હોય તો સાથે જીવી શકાય. જોકે સામે છેડે એક દલીલ એવી પણ છે કે સમાન ઉંમરમાં એમનું માનસિક સ્તર, સપનાંઓ, વિચારવાની દ્રષ્ટિ લગભગ બધું સરખું હોય છે. તેથી એકબીજાને સારી રીતે સમજી શકે.

જોકે આપણાં જીવનની સૌથી મોટી સમસ્યા એ છે કે લગ્ન હંમેશાં પ્રેમ માટે નથી થતા અને માત્ર પ્રેમથી ટકતા પણ નથી. તેથી ઉંમરમાં સમાધાન સીરિયલોમાં બને છે. એમ પ્રેમ માટે નથી થતું. કેટલાક તો પૈસા અને પ્રતિષ્ઠા માટે જ ઉંમર સાથે કોમ્પ્રોમાઈઝ કરે છે. અને થોડો સમય પ્રેમનાં વહેમમાં રહ્યા બાદ બંને પોત-પોતાની ખુશી અન્યત્ર શોધી સ્વતંત્ર રહીને પોતાની રીતે જીવે છે. અને સમાજમાં ખુશ હોવાનો ડોળ કરે છે. કારણ કે અહીં પ્રેમ પ્રાયોરિટી નથી. આવા મેઈડ ફેર ઈચ અધર લાગતાં પતિ- પત્નીનાં સંબંધોમાં અંદરથી લાવા સળગતો હોય છે. કયા સંબંધો સાચા છે એ કહેવું મુશ્કેલ છે. પત્નીને હથેળીમાં રાખતો, લાડ લડાવતો પતિ-પત્નીનાં ચારિત્ર્ય પર શંકા કરી એમને હેરાન કરે છે. એ સમજે છે કે પત્ની સારી જ છે. એની ચંચળતા ઉંમરનું પરિણામ છે.

છતાં એ અસલામતી અને શંકા અનુભવે છે. જે સૌંદર્ય અને મુગ્ધતા પાછળ પતિ દિવાનો હોય છે તે જ એને પાછળથી ડંખે છે. એનો અહમ્ તૂટવાનું કારણ બને છે. પતિ મોટો હોય ત્યારે પણ પત્નીની ઘણી અપેક્ષાઓ અધૂરી રહી શકે. પ્રેમનું સ્થાન કડવાશ અને સમજણનું સ્થાન ફ્રિયાદ લે છે. ગુસ્સો તથા અવગણના પ્રવેશતા લાગણી ધીમી પડે છે. અને અકળામણ પવનવેગી બને છે.

આજે ઉંમરમાં તફવત હોય એવા લગ્ન વધી રહ્યાં છે. એનું કારણ એમનો આત્મવિશ્વાસ અને પ્રેમમાં જોખમ લેવાની વૃત્તિ છે. લગ્ન થયા એટલે ફવે કે ન ફવે સાથે જ રહેવું એવી માનસિકતાનો છેદ ઊડયો છે. ડિવોર્સ સરળ છે. પ્રશ્નો ઉદ્દભવે તો કાઉન્સેલર છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આજની પેઢી પોતાને શું જોઈએ છે એ બાબતે સ્પષ્ટ છે. તેઓ વધારે ઈમોશનલ બન્યા વિના પ્રેક્ટિકલી સમસ્યાઓનો રસ્તો શોધે છે. અને પ્રેમ જેટલું જ મહત્ત્વ સુખ, સુવિધા, સલામતી, સ્ટેટ્સ, એજ્યુકેશન અને પોતાનાં સપનાંઓનું છે તેથી ઉંમર સાથે કોમ્પ્રોમાઈઝ મેટર નથી કરતું.

[email protected]