Love What You Do: Farmers Dancing Video Will Make Your Day
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પોતાની નોકરી-કામથી કંટાળ્યા છો? તો સાચી ખુશી શું છે તે જાણવા જુઓ ખેડૂતનો આ વીડિયો

પોતાની નોકરી-કામથી કંટાળ્યા છો? તો સાચી ખુશી શું છે તે જાણવા જુઓ ખેડૂતનો આ વીડિયો

 | 12:19 pm IST

આપણે તમામ પોતાની નોકરી અને કામથી કંટાળીને નિસાસા નાખતા હોઈએ છીએ. આપણે આપણા કામ અને નોકરીથી ખુશ હોતાં નથી. અને હંમેશા નોકરી અને કામને લઈને ફરિયાદ કરતાં હોઈએ છીએ. તેવામાં સોશિયલ મીડિયામાં એક ખેડૂતનો વીડિયો વાઈરલ થયો છે. ખેતરમાં કામ કરતાં કરતાં આ યુવાન એકાએક ખુશીથી નાચવાનું શરૂ કરી દે છે. અને તેને જોઈ આસપાસ કામ કરતાં લોકોમાં પણ ખુશીનું માહોલ છવાઈ જાય છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયામાં લાખો લોકોના ચહેરા ઉપર પણ સ્મિત રેલાઈ ગયું છે. અને લોકો કહી રહ્યા છે કે ખુશ થવું કોઈ આ ખેડૂત પાસેથી શીખે. આ વીડિયો ખુદ વીરેન્દ્ર સેહવાગે પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

આ વીડિયો જોઈ ધ્રુવ ભટ્ટના ‘ગાય તેના ગીત’ પુસ્તકમાં આ ગીતની  લાઈન જરૂરથી યાદ આવી જાય-
‘ફાટેલાં ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ,
એકલો ઉભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ.
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે,
આપણે તો કહીએ દરિયા-શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન