Loved by a girl begging a young man who is distributing food At Lockdown in Kanpur
  • Home
  • Featured
  • કોરોના મહામારીમાં લોકોના પેટનો ખાડો પૂરનાર વ્યક્તિને ભીખ માંગતી યુવતી સાથે થયો પ્રેમ અને…

કોરોના મહામારીમાં લોકોના પેટનો ખાડો પૂરનાર વ્યક્તિને ભીખ માંગતી યુવતી સાથે થયો પ્રેમ અને…

 | 3:38 pm IST

કાનપુરના રહેવાસી અનિલ અને નીલમ માટે કોરોના વાયરસ 7 જન્મો સુધી એક-બીજાનો સાથ આપવાનો સાક્ષી બની ગયો છે. આ સમગ્ર ખબર વાંચ્યા બાદ ફણ તમે પણ હંમેશા યાદ રાખશો કે ‘એક વિવાહ એસા ભી’. આ પ્રેમ કહાની કેવી રીતે શરૂ થઇ અને કેવી રીતે સંબંધમાં બદલાઇ ગઇ. આ પણ પોતાનામાં એક રસપ્રદ ઘટનાક્રમ છે.

હાલમાં કાનપુરમાં યોજાયેલા આ લગ્ન સોશિયલ મીડિયામા ચર્ચામાં છે અને આ લગ્નનો એક વીડિયો પણ ખુબ જ વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. આ કહાની છે કાનપુરની નીલમની જે પોતાના ભાઇ અને ભાભીના સહારે હતી કારણ કે માતા-પિતા હવે આ દુનિયામાં નથી. પરંતુ ભાઇ-ભાભીએ માર મારીને તેને ઘરની બહાર નીકાળી દીધી અને તેને શોધ પણ ન કરી અને ખબર પણ ન લીધી. નીલમ બાદમાં કાનપુરના નીરછીર ચોક પર કાકાદેવ વિસ્તારમાં ભિખારીઓ સાથે રહેવા મજબૂર બની ગઇ.

આ દરમિયાન કોરોના વાયરસનો પ્રકોપ શરૂ થયો, જેના કારણે દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું. હવે સ્થિતિ એવી વણસી કે નીલમને જે થોડૂ ખાવાનું મળતુ હતું તે પણ મળવાનું બંધ થઇ ગયું. કાનપુરના રહેનારા લાલતા પ્રસાદની મુલાકાત નીલમ સાથે થઇ તેમણે પોતાના ડ્રાઇવર અનિલને કહ્યું કે, તે દરરોજ નીલમને જમવાનું પહોંચાડે. ત્યાં જ તેની સાથે રહેતા લોકોને પણ જમવાનું આપે, લગભગ 45 દિવસ સુધી અનિલ, નીલમ સહિત ત્યાં રહેતા ભિખારીઓને જમવાનું પહોંચાડતો રહ્યો અને આ દરમિયાન બંન્ને વચ્ચે પ્રેમનો અંકૂર ફૂટ્યો.

આ વાતની જાણકારી ધીરેધીરે અનિલને પિતાને મળી અને તેમણે નીલમની મરજી જાણી અને નીલમ આ લગ્ન કરવા માટે રાજી હતી. બાદમાં બાકીના લોકોની મદદથી નીલમના લગ્ન અનિલ સાથે કરાવામાં આવ્યા.

 આ વીડિયો પણ જુઓ : અમદાવાદમાં સસ્તા અનાજના દુકાનદારનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન