Photos: 'સાથ નિભાના સાથિયા'ની પરિધિએ કરી સગાઇ - Sandesh
  • Home
  • Photo Gallery
  • Photos: ‘સાથ નિભાના સાથિયા’ની પરિધિએ કરી સગાઇ

Photos: ‘સાથ નિભાના સાથિયા’ની પરિધિએ કરી સગાઇ

 | 1:54 pm IST

સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ની પરિધિ એટલે કે લવલીન કૌર સાસને પોતાના બોયફ્રેન્ડ કૌશિક કૃષ્ણમૂર્તિ સાથે 9 માર્ચનાં રોજ સગાઇ કરી લીધી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઇની તસવીરો શેર કરી છે.

કૌશિક કૃષ્ણમૂર્તિ સાઉથ ઇન્ડિયન છે. લવલીન અને કૌશિકની સગાઇ બેંગલુરુમાં કરવામાં આવી હતી. એક ઇન્ટરવ્યુમાં લવલીને જણાવ્યું હતું કે તેની ભાભીએ કૌશિક સાથે તેની મુલાકાત કરાવી હતી. લવલીન ‘સાથ નિભાના સાથિયા’થી જાણીતી બની હતી. અત્યારે તેણે કામમાંથી બ્રેક લીધો છે. લવલીને ‘સાથ નિભાના સાથિયા’ સિવાય ‘બડે અચ્છે લગતે હૈ’, ‘કિતની મહોબ્બત હૈ-2’ અને ‘ક્યા હુઆ તેરા વાદા’માં કામ કર્યું છે. આ વર્ષનાં અંત સુધીમાં લવલીન અને કૌશિક લગ્ન કરી શકે છે.